તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીની અછત:જૂનાગઢને રસી ન મળી, આજે વેક્સિનેશન બંધ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારે વેક્સિન મહાભિયાન શરૂ કર્યું પરંતુ સ્ટોક મેઇન્ટેઇન થતો ન હોઇ પૂરતા જથ્થાને અભાવે અનેક લોકોને થતા ધક્કા
  • મહા અભિયાનનો પ્રારંભ કરાવનાર ભાજપના નેતા સરકારમાંથી કોરોનાની રસી લઇ આવવામાં નિષ્ફળ રહ્યા

જૂનાગઢ શહેરમાં કોરોના વેક્સિનના અનિયમીત જથ્થાના કારણે અનેક લોકોને વેક્સિનના ડોઝ મળતા ન હોય ધક્કા થઇ રહ્યા છે. છેલ્લા 2 દિવસથી વેક્સિન લેનારાની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે પૂરતા પ્રમાણમાં અને સમયસર જથ્થો ફાળવવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે. સોમવારે જૂનાગઢ શહેરને વેક્સિનનો જથ્થો મળ્યો ન હતો જેના કારણે મંગળવારે વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે. જો કે બપોર સુધીમાં જથ્થો આવશે તો મનપા વેક્સિનેશન કરે તેવી શકયતા છે. તેમજ મહાઅભિયાનનો પ્રારંભ કરાવનાર ભાજપના શાસકો સરકારમાંથી પુરતો રસીનો જથ્થો લઇ આવવામાં નિષ્ફળ રહ્યા છે.

સરકારે 21 જૂન વિશ્વ યોગ દિવસથી કોરોના વેક્સિન મહાઅભિયાનની શરૂઆત કરી હતી. પરંતુ આરંભે શૂરા એવી સરકાર વેક્સિનનો સમયસર અને પૂરતો જથ્થો પુરો પાડવામાં નિષ્ફળ નિવડી છે. પરિણામે લોકોને વેક્સિન ન મળતા ધક્કા થઇ રહ્યા છે. જૂનાગઢ શહેરમાં કુલ 23 સ્થળો પર વેક્સિનેશન બુથ બનાવ્યા છે. સરકારે વેક્સિન લેવા લોકોમાં જાગૃત્તિ આવે તે માટે જોરશોરથી જાહેરાત કરી હતી. જોકે, હવે સ્થિતી એ નિર્માણ પામી છે કે જનતા જાગી ગઇ છે અને વેક્સિન લેવા લાઇન લગાવે છે. જ્યારે સરકાર પુરતો જથ્થો ફાળવવામાં વામણી પુરવાર થઇ છે.

જૂનાગઢમાં દરેક સેન્ટરો પર કોરોના વેક્સિન લેવા લોકો ઉમટી પડે છે. પરંતુ પુરતો સ્ટોક આવતો ન હોય બપોર થતા જ મોટાભાગના સેન્ટરોમાં રસી ખલ્લાસ થઇ જાય છે. પરિણામે લોકોને ધક્કા થઇ રહ્યા છે. ત્યારે સરકાર રસીનો પુરતો અને સમયસર જથ્થો ફાળવે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે.

મહાઅભિયાનના દિવસે વેક્સિન લેનારા વધ્યા હતા
કોરોના વેક્સિન મહાઅભિયાન 21 જૂનથી શરૂ કરવામાં આવ્યું હતું. 20 જૂને જૂનાગઢ સિટીમાં 1,112 અને ગ્રામ્યમાં 3,335 લોકોએ રસી લીધી હતી. જ્યારે 21 જૂને વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરતા જૂનાગઢ સિટીમાં 2,205 લોકોએ રસી લીધી હતી જેથી એક જ દિવસમાં 100 ટકાનો વધારો થયો હતો.

જ્યારે ગ્રામ્યમાં 9,967 લોકોએ રસી લીધી હતી જેથી એક જ દિવસમાં 300 ટકાનો વધારો નોંધાયો હતો. આમ, 20 જૂને જિલ્લામાં કુલ 4,447 ની સામે 21 જૂને 12,172એ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...