વિદ્યાર્થીઓનો હોબાળો:જૂનાગઢ ડેપો : બસ છે, પરંતુ સ્ટાફ જ નથી! જેતપુર ડેપો: રસ્તા ખરાબ, બસ કેમ મોકલવી ?

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમયસર બસ ન આવતા બસ સ્ટેશનમાં 50થી વધુ વિદ્યાર્થીઓનો હોબાળો
  • એસટીના બે ડેપો વચ્ચેના અસંકલનમાં પિસાતા વિદ્યાર્થીઓ

લાંબા સમયથી બસની અનિયમીતતાથી કંટાળી 50 થી વધુ છાત્રોએ જૂનાગઢ એસટી બસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો. આ અંગે મારૂ નાયક નામના છાત્રે જણાવ્યું હતું કે, જેતપુર અને જૂનાગઢ એમ બે એસટી ડેપોના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ છે જેનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. અનેક છાત્રો જૂનાગઢ અભ્યાસ માટે અપડાઉન કરે છે પરંતુ લાંબા સમયથી બસની અનિયમીતતાનો પ્રશ્ન ઉકેલાતો નથી.

જૂનાગઢ ડેપોમાં રજૂઆત કરીએ તો કહે છે કે, બસ છે પરંતુ પૂરતો સ્ટાફ જ નથી! જ્યારે જેતપુર ડેપોમાં રજૂઆત કરીએ તો કહે છે કે, ત્યાંના રસ્તા બહુ જ ખરાબ છે! બસ કેમ મોકલવી?! બસના બમ્પર અડી જાય છે!! અગાઉ જ્યારે રજૂઆત કરી ત્યારે પ્રશ્ન સોલ્વ થઇ જશે તેવું કહી બસ શરૂ કરે પછી 2 દિવસમાં કોઇને કોઇ બહાનું આગળ ધરી બંધ કરી દેવામાં આવે છે. જવાબદારી સ્વિકારવાના બદલે ડેપો વાળા એકબીજાને ખો આપી છટકી જવા માંગે છે. ત્યારે બસ સેવા સત્વરે અને નિયમીત શરૂ નહિ કરે તો આગળની રણનિતી તૈયાર કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...