ચૂકવવાની માંગ:જૂનાગઢ ડીઇઓએ નિવૃત્ત કર્મચારીઓને સાતમાં પગાર પંચનો તફાવત નથી ચૂકવ્યો

મેસવાણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાકીદે રકમ ન ચૂકવાય તો વ્યાજની પણ માંગ ઉઠાવાશે

જૂનાગઢ જિલ્લા આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ જે. એન. ભાલોડિયાએ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા નિયમીત અને નિવૃત્ત થયેલા કર્મચારીઓને સાતમા પગાર પંચના તફાવતની રકમ ચૂકવી ન હોવાનો રોષ વ્યક્ત કર્યો છે.

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા નિયમીત કર્મચારી અને નિવૃત્ત થયેલા કર્મચારીઓ કે જેમાં પટ્ટાવાળા, ક્લાર્ક, શિક્ષક, ગ્રંથપાલ, આચાર્યો સહિતના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળ્યો છે. એવા તમામ કર્મચારીઓને નાણાંકિય વર્ષ 2021-22 દરમ્યાન નાણાં વિભાગની સુચના અને પરિપત્ર મુજબ સાતમા પગાર પંચના તફાવતની રકમના કુલ સરખા 5 ભાગ પાડ્યા હતા. જેમાં તમામ કર્મચારીઓને પ્રથમ હપ્તાની રકમ વર્ષ 2020-21 માં ચૂકવી દેવાઇ હતી.

બીજા હપ્તાની રકમ રેગ્યુલર અને નિવૃત્ત કર્મચારીઓને ગત તા. 31 માર્ચ 2021 પહેલાં ચૂકવવાની હતી. આ બાબતે દરેક ગ્રાન્ટેડ શાળાઓ પાસેથી બીલની વીગતો માંગવામાં આવ્યા હતા. પણ બીજા હપ્તાની રકમ રેગ્યુલર કર્મીઓને ચૂકવી. પણ નિવૃત્તોને ચૂકવાઇ નથી.રાજ્યના બીજા તમામ જિલ્લાઓમાં ચૂકવી અપાઇ છે. ત્યારે જો સત્વરે ન ચૂકવાય તો વ્યાજ સહિત ચૂકવવાની માંગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...