તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ઓનલાઈન છેંતરપીંડીના આરોપીની જામીન અરજી જૂનાગઢ કોર્ટે ફગાવી

જૂનાગઢ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મેંદરડામાં મોબાઇલની દુકાનમાંથી ખરીદીનું પ્રકરણ
 • મોબાઈલ ખરીદી ખોટો મેસેજ બતાવી છેંતરપીંડી આચરી 'તી

મેંદરડા શહેરમાં એક મોબાઈલની દુકાન માંથી બે મોબાઈલ ખરીદી કરી કુલ રૂ.49,980 ઓનલાઈન ટ્રાન્ફર કરી આપ્યા છે, તેમ જણાવી ખોટા મેસેજ દુકાનદારને બતાવી આરોપી ભાવેશ વરજાંગ છાત્રોડીયા રહે. છાત્રોડા, ટીંબાવાડી વેરાવળ વાળાને પોલીસે ગુનો નોંધી છેંતરપીડીંના કેસમાં ઝડપી પાડ્યો હતો. જેને કોર્ટમાં રજૂ કરતા આરોપીના જામીનની માંગ કરવામાં આવી હતી. જામીન અરજી બાબતે વકીલ એન.કે. પુરોહીતે દલીલ કરતા જણાવ્યું હતું. કે આરોપી પર અન્ય પાંચ ગુનાઓ અગાઉ નોંધાયેલા છે. જે તમામ ગુનાઓ આઈપીસી કલમ 406, 420 મુજબ નોંધાયેલા છે.

જેથી આરોપીને મુક્ત કરવામાં આવે તો અન્ય ગનો કરવાની પ્રેરણા મળેશે અને હાલના સમયમાં દિન-પ્રતિદિન ઓનલાઈન ફ્રોડના કેસો વધતા જોવા મળે છે. જ્યારે આરોપીએ દુકાનદારને રૂપિયા ચુકવેલા હોય તે પણ પુરવાર થયું ન હતું. જેથી ગુનાહીત ઈતીહાસ ધરાવતા આરોપીના જામીન મજુર કરવામાં આવે તે ન્યાયના હિતમાં નથી. જ્યારે જજ બન્ને પક્ષની દલીલી સાંભળી આરોપી ભાવેશ વરજાંગની જામીન અરજી જજ રીઝવાન બુખારીએ ફગાવી જામીન ના મંજુર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો