તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:જૂનાગઢ શહેરમાં આજથી 12 થી 14 ડિગ્રી ઠંડી રહેશે

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્ર, શનિથી ઠંડાગાર પવન ફૂંકાતા ઠંડી વધશે

જૂનાગઢ શહેરમાં ફરી ઠંડીએ જોર પકડ્યું છે. હાલ લઘુત્તમ તાપમાનનો પારો 12.1 ડિગ્રીએ આવી જતા દિવસભર ઠંડીની અસર વર્તાઇ હતી.દરમિયાન શુક્ર, શનિથી ઠંડાગાર પવન ફૂ઼ંકાવાની આગાહી હોય ઠંડીની અસર વધશે તેમ જાણવા મળી રહ્યું છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાઅે જણાવ્યું હતું કે, સોમવારે લઘુત્તમ તાપમાનનો પારો 12.9 ડિગ્રી હતો. જોકે, મંગળવારે 0.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટી 12.1 ડિગ્રી થઇ જતા લોકોને ઠંડીની અસર થઇ હતી. બુવધારથી લઘુત્તમ તાપમાનનો પારો 12 થી 14 ડિગ્રી આસપાસ રહેશે. દરમિયાન હજુ શુક્ર અને શનિવારથી ઠંડાગાર પવન ફૂંકાવાનું શરૂ થશે જેથી ઠંડીની અસર વધશે. મંગળવારે લઘુત્તમ 12.1, મહત્તમ 30.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 81 ટકા અને બપોર બાદ 28 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 2 કિલો મિટર પ્રતિ કલાકની રહેવા પામી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser