તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ફોલોઅપ:જૂનાગઢ શહેરની પોલીસ ટીમો આરોપીનું પગેરૂં દબાવી રહી છે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવીલમાંથી કોરોનાગ્રસ્ત કેદીના ભાગવાનો મામલો

જૂનાગઢ સિવીલના 5 માં માળે સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત બે કેદી ભાગી છૂટવાના મામલે જૂનાગઢ પોલીસ આરોપીનું પગેરૂં દબાવી રહી છે. ખાસ કરીને કેટલીક કડી મળી છે જેના આધારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જૂનાગઢ જેલના કેદીઓને કોરોના પોઝિટીવ આવતા સિવીલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. દરમિયાન ગોરધન રાયસીંગ નાયક અને રવિ તુલસી સોલંકી નામના બે કેદી શૌચાલયની બારી વાટે બહાર આવી પાઇપ દ્વારા નીચે ઉતરી નાસી છૂટ્યા હતા. આ અંગેની જાણ થતા જૂનાગઢ પોલીસે જુદી જુદી ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છેે.

દરમિયાન એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ. ભાટીએ જણાવ્યું હતું કે, અમારી ટીમ ચોક્કસ બાતમીના આધારે આરોપીનું પગેરૂં દબાવી રહી છે. આરોપીઓ અંગેની કેટલીક મજબૂત કડી હાથ લાગી છે જેના આધારે તપાસ હાથ ધરાઇ રહી છે. હાલ આ અંગેની અન્ય વિગતો જાહેર કરે તો આરોપી સતર્ક થઇ જાય માટે ગુપ્તરાહે તપાસ ચાલી રહી છે. જોકે, ટૂંક સમયમાં જ આરોપી પોલીસના સકંજામાં હશે.

અન્ય સમાચારો પણ છે...