તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગાહી:જૂનાગઢ શહેરમાં 11 થી 13 જૂન સુધીમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના, ભારે બફારો

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ શહેરમાં દિવસભર ધૂપછાંવ ભર્યું વાતાવરણ

જૂનાગઢ શહેરમાં દિવસભર ધૂપછાંવ ભર્યું વાતાવરણ રહેવા સાથે 8 કિમીની ઝડપે પવન ફૂંકાતા લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 થી 13 જૂન સુધીમાં હળવાથી મધ્યમ અને 17 જૂન પછી વાવણી લાયક વરસાદ પડશે.

આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, 11 થી 13 જૂન સુધીમાં દરિયાઇપટ્ટી વિસ્તારના ગામોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. ખાસ કરીને ગિર સોમનાથ, માળીયા હાટીના, માંગરોળ, ચોરવાડ સહિતના દરિયાકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે અન્ય સ્થળોએ હળવો વરસાદ પડશે.

વાવણી લાયક વરસાદ 17 જૂન બાદ પડશે. દરમિયાન મંગળવારે શહેરમાં દિવસભર ધૂપછાંવ ભર્યું વાતાવરણ રહ્યું હતું. પવનની ઝડપ સોમવારે 5 કિમીની હતી જે 3 કિમી વધીને મંગળવારે 8 કિમીની થઇ જતા લોકોને ગરમીમાં થોડી રાહત મળી હતી. દરમિયાન મંગળવારે લઘુત્તમ 27.9, મહત્તમ 37.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 71 ટકા અને બપોર બાદ 56 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 8 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...