એજ્યુકેશન:રાજ્યમાં લેવાયેલ 4 માંથી 3 પરીક્ષામાં જૂનાગઢ પ્રથમ નંબરે

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ શિક્ષણમાં ફરી ઝળહળ્યું
  • જય સોરઠ, જય શિક્ષણના સૂત્રના કારણે પરિણામ સુધર્યું
  • કોરોના મહામારીના કારણે વર્ચ્યુઅલ પરીક્ષા લેવામાં આવી રહી છે

જૂનાગઢ જિલ્લો શિક્ષણના ક્ષેત્રે ફરી ઝળહળી ઉઠ્યો છે. ખાસ કરીને નવનિયુકત ડીઇઓ આર. એસ. ઉપાધ્યાયે ચલો તાલુકે જેવા કાર્યક્રમો કરી શિક્ષકોમાં પણ નવા પ્રાણ પૂર્યા હતા. જેના કારણે શિક્ષકોએ વિશેષ ધ્યાન આપતા છાત્રોના શિક્ષણમાં જબ્બર પરિવર્તન આવ્યું છે.ખાસ કરીને તાજેતરમાં 33 જિલ્લાની વચ્ચે લેવાયેલી 4 પરીક્ષામાંથી 3 પરીક્ષામાં જૂનાગઢ જિલ્લો પ્રથમ નંબરે આવ્યો છે જ્યારે ચોથી પરીક્ષામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. આમ, શિક્ષણના ક્ષેત્રે જૂનાગઢે ફરી ડંકો વગાડ્યો છે. આ અંગે નવનિયુકત ડીઇઓ આર.એસ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, હાલ કોરોનાના કારણે ઓનલાઇન શિક્ષણ લેવામાં આવી રહ્યું છે. હોમ લર્નીંગ, વર્ચ્યુઅલ કલાસ અને દિક્ષા પોર્ટલ દ્વારા શિક્ષણ અપાઇ રહ્યું છે. સોમથી લઇને શુક્રવાર સુધી શિક્ષણ આપવામાં આવે છે અને બાદમાં દર શનિવારે કસોટી લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટેનો અભ્યાસ એક દિવસ વહેલો આવી જાય છે જેને વોટ્સ એપના માધ્યમથી મોકલી અભ્યાસ કરાવાય છે.

દરમિયાન ધોરણ 9, 10 અને ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની વર્ચ્યુઅલ પરીક્ષા લેવામાં આવી હતી. આ 4 પરીક્ષા પૈકી 3 માં જૂનાગઢ જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો હતો. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો.આમ, જૂનાગઢ જિલ્લામાં શિક્ષણના સ્તરમાં કોરોના મહામારી વચ્ચે પણ સુધારો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...