તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:મેંદરડા નજીક પોલીસને જોઈ ભાગવા જતા અકસ્માત સર્જનાર જૂનાગઢના બુટલેગર સામે પ્રોહિબિશન અને મનુષ્યવધ કરવાની કોશિષના બે ગુના નોંધાયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુટલેગરની કારમાંથી ઈંગ્લીશ દારૂની 29 બોટલ મળી આવી

જૂનાગઢના મેંદરડા નજીક ગઈકાલે પોલીસને જોઇને કારમાં ભાગી રહેલ એક બુટલેગરે બાઇકમાં જઈ રહેલ દંપતીને હડફેટે લઈને અકસ્માત સર્જેલ જેમાં એકનું મોત નીપજ્યું હતું. તે સમયે પોલીસે કોર્ડન કરીને બુટલેગરને પકડી પાડી કારમાંથી દારૂની બોટલો જપ્ત કરી હતી. જેથી જૂનાગઢ ના બુટલેગર સામે પ્રોહિબિશન અને મનુષ્યવધ કરવાની કોશિશના એમ બે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસાર જૂનાગઢ જિલ્લાના મેંદરડાના આલીધ્રા રોડ ઉપર પોલીસથી બચવા એક કારચાલકે આગળ જતા એક દંપતીના બાઈકને ઠોકર મારી દેતા બાઈક સવાર ડેડકીયાળી ગામના હરેશભાઈ ચનાભાઈ વાઘેલા ઉ.35 નું મોત થયું હતું જયારે તેમના પત્ની શિલ્પાબેન ઉ.30 ને પગમાં ફ્રેકચરની ઈજા પહોચી હતી. જે અકસ્માત સર્જનાર કાર ચાલક જૂનાગઢના વિક્રમ ગોગન ખુંટી ઉ.21 (રહે.મોતીબાગ રોડ, ગુ.હા. બોર્ડ) નામના બુટલેગરને પોલીસે કોર્ડન કરી ઝડપી લીધો હતો.

જ્યારે તેની કારનું તલાસી લેતા તેમાંથી પોલીસને રૂ.11,600 ની કીમતની વિદેશી દારૂની 29 બોટલ સલામત અને 19 બોટલ તુટેલી હાલતમાં મળી આવી હતી, જે કબજે લઈને બુટલેગર સામે ગુનો દાખલ કર્યો હતો. આ દારુનો જથ્થો સપ્લાય કરનાર ગાંધીગ્રામના ભૂપત ઉર્ફે ભીમોડાયા શામળાનું નામ ખુલતા તેની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગઈકાલે બપોરે ગાંધીગ્રામ વિસ્તારમાં પોલીસ વાહન ચેકિંગમાં હતી ત્યારે પોલીસે રોકવા ઈશારો કરવા છતાં કાર ઉભી રાખવાને બદલે મેંદરડા તરફ વિક્રમ ભાગ્યો હતો. જેથી તેની પાછળ જૂનાગઢ સી ડીવીઝન પોલીસ અને આગળ મેંદરડા પોલીસ પડી હતી. જેને લઈને પોલીસથી બચવા તે બેફ્કિરાઈથી કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. વિક્રમ સામે પોલીસે પ્રોહિબિશન અને મનુષ્યવધ કરવાની કોશિષના એમ બે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...