મેઘવર્ષા:જૂનાગઢ - પોરબંદરનાં ગામડાઓને કરાયા એલર્ટ

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લાના બાંટવા ખારો, ઓઝત-2, ઓઝત વિયર અને સાબલી ડેમના દરવાજા ખોલાતા જૂનાગઢ જિલ્લા અને પોરબંદર જિલ્લા સહિતના ગામડાઓને એલર્ટ કરાયા છે. જેમાં બાલાગામ, કોડવાવ, અક્લેરા, સમેગા, રેવદ્રા, ગડવાણા, ધારસેન, તારખેલ, બેલા, રામેશ્વર, મેવાસા, બાદલપુર, આણંદપુર, રાયપુર, સુખપુર, વંથલી, કણજા, નાગલપુર, ટીકર, પીપલાણા, અખા, અમીપુર, મૈયારી, બળેજ, રાતીયા, નવીબંદર, ચિકાસા, ખોરાસા, સેંદરડા, ડેરવાણ, મઘરવાડા અને માણેકવાડાનો સમાવેશ થાય છે.

બુધવાર સુધી વરસાદી વાતાવરણ
જૂનાગઢ જિલ્લામાં રવિવારથી વરસાદ પડી રહ્યો છે. બુધવાર સુધી ભારે વરસાદ પડશે. જ્યારે ગુરુવાર અને શુક્રવારના રોજ હળવો વરસાદ પડશે. જો કે, પવનની ઝડપ વધુ રહેશે. > ધીમંત વઘાસિયા, કૃષિ યુનિ.

અન્ય સમાચારો પણ છે...