બિયારણનું વેંચાણ:જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બિયારણનું વેચાણ શરૂ કરાયું

જુનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો ચણા, ઘઉં,વરીયાળીના(સર્ટીફાઈડ/ ટ્રુથફુલ)બિયારણ મેળવી શકશે

જૂનાગઢ કૃષિ યુનિર્વસિટી દ્વારા બિયારણનું વેંચાણ શરૂ કરાયું છે. ખેડૂતો ઘઉં, વરિયાળી, ચણાના સર્ટિફાઇડ- ટ્રુથફૂલ બિયારણ મેળવી શકશે. આ અંગે કૃષિ યુનિવર્સિટીના બિજ વિજ્ઞાન અને તકનિકી વિભાગે જણાવ્યું છે કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા રવિ-2022-23 ઋતુમાં વાવેતર માટે ચણા GJG-6, ઘઉં GW-451 અને GJW-463 જાતનું સર્ટિફાઇડ/ટ્રુથફૂલ (વિશ્વાસપાત્ર) બિયારણનું વેચાણ હાલમાં વહેલા તે પહેલાના ધોરણે ચાલુ કર્યું છે. ખેડૂતો ચણામાં GJG-6નું બિયારણ મેગાસીડ- જૂનાગઢ, કેવીકે તરઘડીયા(રાજકોટ), કેવીકે નાના કાન્ધાસર(ચોટીલા) અને કેવીકે મોરબી ખાતેથી મેળવી શકશે. જયારે ઘઉંમાં GJW-463નું બિયારણ કેવીકે અમરેલી ખાતેથી અને GW-451નું બિયારણ મેગાસીડ- જૂનાગઢ, કેવીકે ખાપટ(પોરબંદર) અને કેવીકે અમરેલી ખાતેથી મેળવી શકશે. આ ઉપરાંત કૃષિ પોલીટેકનીક હળવદ ખાતેથી વરીયાળી, ગુજરાત વરીયાળી-11 નું વિતરણ પણ વહેલા તે પહેલાના ધોરણે ચાલુ છે.વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ યુનિવર્સિટી જૂનાગઢનો ફોન 0285-2672080-90 પીબીએક્ષ 450 થી સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...