તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેનતનું ફળ:વર્લ્ડ બેન્ક ફંડેડ પ્રોજેકટમાં દેશમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું પ્રથમ સ્થાન

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સઘળાં સ્ટાફની મહેનતનું ફળ મળ્યું
  • 75 યુનિ.માં 88 ટકા માર્કસ મેળવી સતત બીજા વર્ષે સ્થાન જાળવી રાખ્યું

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ વર્લ્ડ બેન્ક ફંડેડ પ્રોજેકટમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. દેશની 75 યુનિવર્સિટીમાં 88 ટકા માર્કસ મેળવી સતત બીજા વર્ષે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. વર્લ્ડ બેન્ક દ્વારા નેશનલ હાયર એગ્રીકલ્ચર એજ્યુકેશન પ્રોજેકટ અંતર્ગત ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ મારફત અપાયેલા ઇન્સ્ટીટયુટ ડેવલપમેન્ટ પ્લાન પ્રોજેકટનાં હેતુસર અમલીકરણમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી 88 ટકા માર્કસ સાથે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

દેશની કુલ 75 યુનિવર્સિટીઓમાંથી પ્રથમ અને બીજા ચરણમાંથી કુલ 13 યુનિવર્સિટીઓને આ પ્રોજેકટ મળ્યો છે. દેશની નામાંકિત કૃષિ યુનિવર્સિટીઓ તથા દિલ્હી સ્થિત આઇસીએઆરની ઇન્સ્ટીટયુટોને પાછળ છોડી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સિધ્ધીને લઇ કૃષિ યુનિ.નાં કુલપતિ ડો. વી.પી.ચોવટિયાએ કહ્યું હતું કે, આ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં સઘળાં સ્ટાફની મહેનતનું ફળ છે.

અન્ય સમાચારો પણ છે...