જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ પ્રોસેસીંગ એન્ડ ફૂડ એન્જીનીયરીંગ વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા આઈ.સી.એ.આર.ના રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી. યોજના હેઠળ યુઝ ઓફ મોર્ડન ટેકનોલોજીઝ એન્ડ ઓટોમેસન ઇન ફૂડ પ્રોસેસીંગ વિષય પર બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકોને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ઓટોમેશનના ક્ષેત્ર ફૂડ એન્ડ બેવરેજ ઇન્ડસ્ટ્રીઝમાં રોબોટિક્સ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પરિકલ્પના વગેરે વિષયો પર વ્યવહારુ જ્ઞાનને વધારવાનો છે.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી.ચોવટિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એમ.એ.એન.આઈ.ટી, ભોપાલના ડાયરેક્ટર ડો.એન.એસ. રઘુવંશીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં વસ્તી વિસ્ફોટના કારણે ખાદ્ય ધાનોની ભવિષ્યમાં થનારી અછત વિશે માહિતી આપેલ અને કૃષિમાં આધુનિકીકરણ દ્વારા તેને કઈ રીતે પહોચી શકાય તેના વિશે માહિતી આપી હતી. તેમણે ફૂડ પ્રોસેસીંગમાં પોસ્ટ હાર્વેસ્ટ લોસના લીધે થતા નુકસાનને કઈ રીતે ઘટાડી શકાય તેમજ ફૂડ સિક્યોરિટીની સાથે સાથે ન્યુટ્રીશનલ સિક્યોરિટીનું પણ ધ્યાન રાખવા પર ભાર મુક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં ઓટોમેશનમાં રહેલી તકોને પારખી આગળ વધવાની ભલામણ કરી હતી.
આ કાર્યક્રમમાં એચ.એમ.ગાજીપરાએ ઉદ્દબોધનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ચાલી રહેલ રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી. અંતર્ગત થયેલ વિવિધ પ્રવૃતીઓથી વિદ્યાર્થીઓને મળતા લાભો વિષે વિગતવાર માહિતી આપી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સતત ત્રણ વર્ષથી રાષ્ટ્રીય સ્તરે આઈ.ડી.પી યોજનામાં પ્રથમ નંબરે આવેલ છે. જે ખરેખર ગર્વની વાત છે. તેમણે વિદ્યાર્થીઓને ફૂડ પ્રોસેસીંગ, ઓટોમેશન અને રોબોટીક્સ ક્ષેત્રે ખેડૂતો માટે ઉપયોગી અતિ આધુનિક તકનીકોને વિકસીત કરવાના ભગીરથ પ્રયત્નમાં વિદ્યાર્થીઓને જોડાવવા પ્રોત્સાહન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન અને કો-પી.આઈ. આઈ.ડી.પી., પ્રો.ડો.નરેન્દ્ર ગોન્ટિયાએ પ્રાસંગિક સંબોધનમાં આ વર્કશોપનું આયોજન તેનું મહત્વ વિષે સમજાવ્યું હતું. તેમણે કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના પ્રોસેસીંગ એન્ડ ફૂડ એન્જીનીયરીંગ વિભાગ દ્વારા તુવેર દાળની પ્રોસેસીંગ માંટે લગતા સમયમાં થયેલ નોધપાત્ર ઘટાડા માટેની તકનીક વિકસાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં થયેલ અત્યાધુનિક ઇનોવેશનને ખેડૂતો સુધી પહોચાડવા માટે આહવાહન કર્યું. તેમજ તેમણે વિદ્યાર્થીઓને ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં સ્ટાર્ટ ઉપ ક્ષેત્રે રહેલી સુવર્ણ તકોને ઝડપી લેવા માટે આહવાહન કર્યું હતું.આ વર્કશોપમાં ફૂડ પ્રોસેસિંગ અને તેમાં આધુનિકરણ જેવા વિષયો પર વિવિધ ક્ષેત્રના બન્ને દિવસ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને સઘન માર્ગદર્શન આપશે. જેમાં ખાસ કરીને આવનાર સમયમાં વિદ્યાર્થીઓએ એન્ટરપ્રીન્યોર કઈ રીતે બનવું અને તેમાં આવનાર પડકારો અને ઉપાયો પર ભાર મુકવામાં આવશે.
આ કાર્યક્રમના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો.એમ.એન.ડાભી, પ્રાધ્યાપક અને વડા ડીપાર્ટમેન્ટ ઓફ પ્રોસેસીંગ એન્ડ ફૂડ એન્જીનીયરીંગ વિભાગ, કો-ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરીઓ ડો.પી.આર.ડાવરા, મદદ. પ્રાધ્યાપક, પાર્ટમેન્ટ ઓફ પ્રોસેસીંગ એન્ડ ફૂડ એન્જીનીયરીંગ વિભાગ પ્રો.જી.ડી.ગોહિલ, કન્વીનર આઈ.ડી. પી. સેલ તેમજ તેમની ટીમ અને વિવિધ કમિટીના કન્વીનરઓ તથા સભ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.