અકસ્માત:જૂનાગઢ - ચોકી રોડ પર બાઈક ડિવાઈડર સાથે અથડાયું, 1નું મોત

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુખપુર-ખારચીયા રોડ પર બાઈક સ્લીપ થતા 1ને ઈજા,1 મોત

સોરઠ પંથકમાં બાઈક અકસ્માતના બે બનાવો બન્યા હતા જેમાં 2 વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અને પરિવાજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. તેમજ પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,જૂનાગઢ શહેરમાં રહેતાં શિલ્પાબેન નંદલાલ ડોબરીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,કેવીનભાઈ નંદલાલભાઈ ડોબરીયા રહે.ચોકી-સોરઠ બાઈક લઈને જઈ રહ્યાં હતાં. ત્યારે અચાનક જ સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે અથડાઈ હતી. અને કેવિનભાઈ ને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.આ બનાવ ચોકી થી જૂનાગઢ વચ્ચેના રોડ પર બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે અકાળા ગામે રહેતાં બાબુભાઈ ગીગાભાઈ જેઠવા (ઉ.વ 58) બાઈક લઈને રાણપુરથી અકાળા જતા હતા ત્યારે રાણપુર પાસે બાઈક પરનો કાબૂ ગુમાવતા બાઈક રોડ પરથી નીચે ઉતરી સ્લીપ થઈ ગયું હતું.જેથી બાબુભાઇ ને ઈજા પહોંચી હતી. જ્યારે બાઈક પાછળ બેઠેલા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.આ બનાવને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...