સેવાકીય પ્રવૃત્તિ:સુરત જેવી ઘટના ન બને તે માટે મહિલાઓને જૂડો કરાટેની તાલીમ

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સશક્તિકરણ માટે ગૃહ ઉદ્યોગની બનાવટ, વેંચાણમાંં મદદ કરાશે
  • જૂનાગઢના હિરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ

સુરત જેવી દિકરીની હત્યાની ઘટના ફરી ન બને તે માટે મહિલાઓને જૂડો કરાટેની તાલીમ અપાશે. આ અંગે હિરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટના શિતલબેન જોષી,કલ્પનાબેન જોષી અને જ્હાનવીબેન જોષીના જણાવ્યા અનુસાર 8 માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાય છે. આ ઉજવણીને લઇ 6 માર્ચ રવિવારના સાંજના 4 થી 6 દરમિયાન આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓને પગભર કરવા ખાસ આયોજન હાથ ધરાયું છે.

આમાં બેકરીની બનાવટોની તેમજ જિલ્લા ઉદ્યોગ ગૃહો દ્વારા અપાતી સહાય અંગે તજજ્ઞો દ્વારા માહિતી અપાશે. જ્યારે ગૃહ ઉદ્યોગ દ્વારા બહેનોએ ઉત્પાદિત કરેલ પાપડ, ખાખરા, અથાણા સહિતની વસ્તુના વેંચાણનું પ્લેટફોર્મ પુરૂં પડાશે. જ્યારે સૌથી અગત્યનું આત્મરક્ષણ માટેની તાલીમ પણ અપાશે.

ખાસ કરીને સુરતમાં એક દિકરીની કરાયેલી હત્યાની ઘટના ફરી બનવા ન પામે અને નારી પોતાનું રક્ષણ સ્વમેળે બખૂબી કરી શકે તે માટે જૂડો અને કરાટેની તાલીમના વર્ગો પણ શરૂ કરાશે. જ્યારે સમુહલગ્નના પ્રણેતા હરસુખભાઇ વઘાસીયા દ્વારા સિલાઇ વર્ગો શરૂ કરવા અને બહેનોને સિલાઇ મશીન અર્પણ કરી રોજગારી પ્રદાન કરવા માર્ગદર્શન અપાશે.

અન્ય સમાચારો પણ છે...