કાર્યવાહી:જાહેરમાં ઘાંસ વેચનારને પકડવા મનપા,પોલીસનું સંયુક્ત ઓપરેશન

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મનપા દ્વારા અધિકારીના નામ, નંબર જારી કરાયા, 4 સામે ફરિયાદની તજવીજ

શહેરમાં રખડતા ભટકતા પશુઓના અંકુશ માટે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ થઇ હતી. આ પીઆઇએલ બાદ ગુજરાત હાઇકોર્ટે આપેલા ઓર્ડર મુજબ મહાનગરપાલિકાના કમિશ્નરે રસ્તા પરથી રખડતા ભટકતા પશુને દૂર કરવા કાર્યવાહી શરૂ કરવા આદેશ જારી કરી દીધો છે. આ માટે મનપાના અધિકારી તેમજ પોલીસ અધિકારીને જવાબદારી સોંપાઇ છે.

ખાસ કરીને જાહેર રોડ પર ઘાંસચારાનું વેંચાણ કરતા શખ્સો પાસેથી ઘાંસચારો કબ્જે કરી મનપાના ઢોરવાડે પહોંચાડવા તેમજ વેંચાણ કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા, સીસીટીવી કેમેરાથી પશુ ત્રાસ અંકુશની કામગીરી કરવા, પોલીસના સીસીટીવી કન્ટ્રોલ રૂમ પરથી આવા વિસ્તારોની માહિતી મેળવવા, શહેરના મુખ્ય રસ્તા પરથી પશુને દૂર કરવા તેમજ શહેરના મુખ્ય માર્ગો પર પિક અવર્સ(ઓફિસ અવર્સ) તેમજ રજાના દિવસે હરવા ફરવાના સ્થળોની આજુબાજુ રખડતા ભટકતા પશુને પકડી દૂર કરવા ટીમને આદેશ આપ્યો છે.

જેના પગલે શહેરમાં રસ્તા પર ઘાંસચારો વેંચનાર સામે પણ પોલીસ પ્રોટેકશન સાથે કાર્યવાહી શરૂ કરી દીધી છે. મનપાએ 4 લોકોને ઘાંસ વેંચતા પકડી પાડી તેની સામે ફરિયાદની તજવિજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...