તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જેતપુર-સોમનાથ ફોરટ્રેક હાઈવે ઘણા સમયથી બિસ્માર બની ગયો છે. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં હતો. જો કે બાદમાં રોડના નવીનીકરણને લઈ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને ગાદોઈ ટોલનાકાથી લઈ ગડુ સુધીના માર્ગમાં અનેક જગ્યાએ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જો કે રીકન્ટ્રકશનનું કામ અધુરૂ છે. પરંતું હાલમાં જેતપુર થી સોમનાથ સુધીના માર્ગ પર જુદી-જુદી 7 કંપનીઓ કામ કરી રહી છે. જેમાં જે જગ્યા પર પુલ નથી ત્યાં પુલના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ જૂની ભંગાર થયેલી સ્ટ્રીટ લાઈટો દૂર કરી નવી એલઇડી નાંખવામાં આવનાર છે કંપની હાલ તેનો સર્વે કરી રહી છે.
આ ઉપરાંત સર્વિસ રોડ,પુલની પાળીઓ પર કલર કામ સહિતની કામગીરી કરવામાં આવશે અને આગામી 4 મહિનાની અંદર જ આ ફોરટ્રેક રોડ નવોનકરોર બની જશે. જેથી અકસ્માતના બનાવો અટકશે અને સોમનાથ જતા યાત્રિકો,આસપાસના વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે.
બસ સ્ટેન્ડ છાપરા બનશે?
આ ફોરટ્રેક પર બસ સ્ટેન્ડના છાપરા જે તે સમયે બનાવ્યા હતા. તે પણ ગામ કે ફાટક થી ઘણાં દૂર છે. જાયરે તેની હાલત દયનિય સ્થિતીમાં જોવા મળી રહ્યાં છે. જેના કારણે તે પણ નવા મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
સમયાંતરે ચકાસણી જરૂરી
રોડના નવીનીકરણ બાદ સમયાંતરે ચકાસણી કરવી જરૂરી છે. કારણ કે કોઈ જગ્યાએ ખાડો પડ્યા બાદ બુરવામાં આવકા નથી જેથી રોડ બિસ્માર બની જાય છે. માટે સમયાંતરે ચકાસણી કરવામાં આવે તે જરૂરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.