85 માણાવદર વિધાનસભાની બેઠક માટે આજે ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા ફોર્મ ભર્યું હતું. જેમાં વંથલીના પટેલ સમાજ ખાતે મોટી સંખ્યામાં સભા સંબોધી હતી. જેમાં અનેક નેતાઓ હાજર રહ્યા હતા. 25થી વધારે કાર્યકર્તાઓ સાથે 300થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.. માણાવદર વિધાનસભા બેઠક માટે જવાહર ચાવડાએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું.
આવનાર સમયમાં માણાવદરની વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપનો ત્રિપાંખિયો જંગ જોરદાર જામશે. કારણ કે આમ આદમી પાર્ટીમાંથી ગાંધી વિચારોને ભરેલા કરસન ભાદરકાને ટિકિટ આપવામાં આવી છે. તો કોંગ્રેસે સરળ સ્વભાવથી ઓળખાતા અરવિંદ લાડાણીને ટિકિટ આપી છે અને ભાજપે ચાલુ ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાને ફરી રીપીટ કર્યા છે.ત્યારે જવાહરભાઈ ચાવડાએ અત્યાર સુધી કરેલા લોકો માટે વિકાસના કામોને હજુ પણ આવનાર દિવસોમાં પૂરા કરવા ખાત્રી આપી હતી.
પોતાના મતવિસ્તારમાં ત્રણ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે ચોમાસા દરમિયાન ઘેડ પંથકમાં થતી તબાહીને રોકવા માટે નદીના પટ ઊંડા ઉતારવા તેમજ પ્રોટેક્શન વોલ બનાવી અને પ્રાથમિક જરૂરિયાત એવા રસ્તાઓને ગામડાઓ સુધી પહોંચાડવા અને નવા બનાવવા માટે તેઓએ જણાવ્યું હતું..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.