તપાસ:દારૂ પીવાની ટેવવાળા યુવાનનો કમળો થતા ઝેર પી આપઘાત

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સારવાર દરમિયાન મોત, પોલીસે તપાસ આદરી

બીલખામાં રહેતા યુવાનને દારૂ પિવાની ટેવ હોય અને તાવ આવતો હોય કમળો થઈ જતા કોઈપણ કારણ વગર પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર દમરિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ બીલખા ગામે રહેતા જયરાજભાઈ હમીરભાઈ જેબલીયા (ઉ.વ.26)ને દારૂ પિવાની ટેવ હોય અને તાવ આવતો હતો અને કમળો થઈ ગયેલ હોય જેથી કોઈપણ કારણ વગર ભલગામની સીમ ખાતે આવેલી પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી.

જેથી તેમને સારવારમાં ખસેડવામાં આવેલ હતો. પરંતુ સારવાર દરમિયાન જ જયરાજભાઈનું મોત નિપજ્યું હતું. આ અંગે રાજેશભાઈએ બીલખા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી આદરી છે.

અન્ય સમાચારો પણ છે...