કાર્યવાહીની માગ:જટાશંકર પાસે ધર્મ સાથે લેવાદેવા વિનાના લોકોનું ન્યુસન્સ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્શન નહીં, ધોધમાં ન્હાવા આવી બેફામ વર્તતા અસામાજીકો સામે કાર્યવાહીની મહંતની માંગ

વરસાદની મોસમમાં ગીરનારના જંગલમાં આવેલી ધાર્મીક જગ્યાઓએ સહેલાણીઓ મોટા પ્રમાણમાં આવે છે. ત્યારે આવા સ્થળોએ દર્શનને બદલે માત્ર વહેતા પાણીમાં ન્હાવા આવતા કેટલાક અસામાજીક તત્વો બેફામપણે વર્તતા હોવાની ફરીયાદ ખુદ જટાશંકરની જગ્યાના મહંતે કરી છે.

જૂનાગઢના ગીરનાર પર્વત પર આવેલા જટાશંકર મહાદેવના દર્શને આવતા ભાવિકો ઉપરાંત ચોમાસાની ઋતુમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે છે. પણ સહેલાણીઓની આડમાં કેટલાક અસામાજીક તત્વો પણ ન્હાવાની સાથે બેફામપણે વર્તતા હોય છે. અને પરીવાર સાથે આવેલી યુવતીઓની શાબ્દિક છેડતી પણ કરતા હોય છે.

આથી જટાશંકર મહાદેવના મહંત પૂર્ણાનંદજી ગુરૂ બાલાનંદજીએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં આવા તત્વોને પકડી તેઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરતી ફરીયાદ અરજી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, આવા બેફામ બનેલા લોકોને કોઇ અકસ્માત સર્જાય અથવા કોઇ જાનવર કે પશુને હાની પહોંચાડે એમ છે.

વિશેષમાં રસ્તામાં આવતી સીડી પર ભરપૂર પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો અને જંગલની શોભાને નુકસાન પણ થઇ રહ્યું છે. સાચા દર્શનાર્થીઓ સિવાય અહીં માત્ર સ્નાન કરવા અને ધોધની મોજ લેવા આવતા લોકો પૈકીના કેટલાક ખરેખર ન્યુસન્સ ફેલાવી રહ્યા છે. તો છૂટક વેપાર કરતા લોકોનું પ્રમાણ પણ વધતું જાય છે. તેઓને પણ વેરેલું અને ઉપયોગ કરેલું પ્લાસ્ટિકનો નાશ કરવાની શરતેજ ધંધો કરવાની છૂટ આપવામાં આવે. આ માટેની કાર્યવાહી કરવા અંતમાં માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...