તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવારનો પ્રારંભ:આજથી જન્માષ્ટમીના તહેવારોનો પ્રારંભ થશે, બોળચોથથી લઇને કૃષ્ણ જન્મોત્સવ સુધી પર્વ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તહેવારને માણવા જૂનાગઢવાસીઓમાં અનેરો થનગનાટ

ગુરૂવાર બોળચોથના દિવસથી જન્માષ્ટમીના તહેવારનો પ્રારંભ થતો હોય જૂનાગઢવાસીઓમાં તહેવારોને ઉજવવાનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે લાંબા સમય સુધી ઘરમાં કેદ રહ્યા બાદ હવે કોરોનાની બીજી લહેર લગભગ સમાપ્તીના આરે પહોંચી હોય લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. સાથે અનેક પરિવારોએ તો ફરવા જવાના પ્લાનીંગ પણ બનાવી લીધા છે. ગુરૂવારના રોજ બોળચોથથી જન્માષ્ટમી પર્વની શરૂઆત થશે. ગુરૂવારે અનેક ઘરોમાં ગાયનું પૂજન કરવામાં આવશે.

જોકે, અનેક લોકોએ 25 ઓગસ્ટે બુધવારે બોળચોથ મનાવી ગાયનું પૂજન કર્યું હતું. દરમિયાન 27 ઓગસ્ટ શુક્રવારે નાગપંચમી હોય લોકો દ્વારા રૂમાંથી નાગલા બનાવી નાગ દેવતાનું પૂજન કરવામાં આવશે. ત્યાર બાદ 28 ઓગસ્ટ શનિવારે રાંધણ છઠ્ઠની ઉજવણીકરવામાં આવશે. આ દિવસે મોટાભાગના ઘરોમાં વિવિધ વાનગીઓ બનાવવામાં આવશે. જ્યારે રાંઘણ છઠ્ઠના દિવસે રસોઇ કરી લીધા બાદ ચૂલા ઠારવા માટેનું મુહુર્ત સવારે 7:30થી 9:30, બપોરે 12 થી 4:30 અને સાંજે 6 થી 7:30નું રહેશે. રવિવાર 29 ઓગસ્ટે શિતળા સાતમની ઉજવણી કરવામાં આવશે.

આ દિવસે અનેક પરિવારો ધાર્મિક માન્યતા મુજબ ચૂલા પેટાવશે નહિ અને શનિવાર રાંધણછઠ્ઠના દિવસે બનાવલું ભોજન કરશે. દરમિયાન સોમવાર 30 ઓગસ્ટે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. મધ્યરાત્રીના 12 વાગ્યે અનેક ઘરોમાં તેમજ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ મનાવાશે.

જન્માષ્ટમીની ઉજવણીમાં મર્યાદિત સંખ્યામાં પણ લોકો હાજર રહી શકે તે માટે રાત્રી કફર્યૂનો સમય 11 વાગ્યાના બદલે રાત્રીના 1 વાગ્યાથી લાગુ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. જૂનાગઢ પ્રવાસન ધામ હોય અનેક લોકો સાતમ આઠમના તહેવારને લઇ જૂનાગઢમાં આવશે. આ ઉપરાંત અનેક પરિવારોએ જૂનાગઢથી બહારગામ ફરવા જવાના પ્લાન પણ બનાવી લીધા છે.

અન્ય સમાચારો પણ છે...