મેઘમહેર:ચોમાસામાં જમજીર ધોધનો નયનરમ્ય નજારો ડ્રોન કેમેરામાં કેદ, સુત્રાપાડાના ખેતરો બેટમાં ફેરવાયા

ગીરસોમનાથ2 વર્ષ પહેલા
જામવાળા જમજીર ધોધનો નયનરમ્ય નજારો
  • વરસાદથી વનરાજી ખીલી ઉઠતા જમજીર ધોધનો અદભુત નજારો જોવા મળ્યો

ગીરસોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદથી જામવાળા જમજીર ધોધનો નયનરમ્ય નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. ચોમાસાની ઋતુમાં આ ધોધ ફરતે વનરાજી ખીલી ઉઠતા ધોધનો નજારો અદભુત જોવા મળઈ રહ્યો છે. ચોમાસાની ઋતુમાં આ ધોધથી દૂર રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. જમજીર ધોધ પાસે પર્યટકો જોખમી સેલ્ફી લેતા કેમેરામાં કેદ થયા છે. ઉલ્લેખનીય છે કે આ ધોધમાં પડી જવાથી અનકે લોકોના મોત પણ થયા છે. સુત્રાપાડાના ખેતરો પાણીમાં ગરકાવ થતા બેટમાં ફેરવાય ગયા છે. 

સુત્રાપાડામાં રાત્રી દરમિયાન વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા 
ગીરસોમાનથ જિલ્લાના સુત્રાપાડામાં ગત રાત્રે ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાય જતા બેટમાં ફેરવાય ગયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જો સમયસર પાણીનો નિકાલ નહીં થાય તો મગફળીના પાકને નુકસાનની પણ સંભાવના છે. 

(જયેશ ગોંધિયા, ઉના)