તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગાહી:જૂનાગઢ જિલ્લામાં મંગળવારથી શુક્રવાર સુધી વરસાદ પડશે

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માંગરોળમાં 1 ઇંચ, કેશોદમાં 4 એમએમ, વિસાવદરમાં 2 એમએમ , ચલાલા, કોટડાપીઠામાં બે, ખાંભા, રાજુલા અને લાઠીમાં એક ઇંચ
  • હળવાથી લઇને મધ્યમ પ્રકારની મેઘસવારી હશે
  • જૂનાગઢમાં ઝાપટાં, અમરેલી જિલ્લામાં 50 % વરસાદની ઘટ

જૂનાગઢ જિલ્લામાં સોમવારે માંગરોળમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કેશોદમાં 4 એમએમ, વિસાવદરમાં 2 એમએમ વરસાદ નોંધાયો હતો. જ્યારે જૂનાગઢ શહેર તેમજ બાકીના 6 તાલુકા સોમવારે કોરાધાકોડ રહ્યા હતા.જોકે, હવે મંગળવારથી લઇને શુક્રવાર એમ 5 દિવસ સુધી મેઘરાજા મંડાણ કરશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. આ ઉપરાંત એરેબિયન સમુદ્ર વાળી દરિયાઇ પટ્ટીમાં પણ એક વરસાદી સિસ્ટમ તૈયાર થઇ છે. આ બન્ને કારણોસર 5 દિવસ સુધી વરસાદ પડી શકે છે. આ 5 દિવસોમાં હળવાથી લઇને મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. ત્યારે મંગળવારથી 5 દિવસ સુધી મેઘરાજાનો મુકામ રહેશે. દરમિયાન સોમવારે એકમાત્ર માંગરોળ તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે કેશોદમાં 4 એમએમ અને વિસાવદરમાં માત્ર 2 એમએમ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢ શહેર તેમજ ભેંસાણ, મેંદરડા, માણાવદર, માળીયા હાટીના, વંથલી અને જૂનાગઢ મળી કુલ 6 તાલુકામાં સોમવારે વરસાદ નોંધાયો ન હતો.

અમરેલી જિલ્લામા આખરે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. જેને પગલે જગતનો તાત હરખાઇ ઉઠયાે છે. આજે ખાંભા, રાજુલા, જાફરાબાદ, લાઠી ચલાલા સહિતના વિસ્તારમા 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકયાે હતો. ખાસ કરીને મોટાભાગના વિસ્તારમા ગામડાઓમા 2 ઇંચ સુધીનો વરસાદ પડી જતા માેલાતને ફાયદાે થશે. આજે કાેટડાપીઠા, બાબાપુર પંથકમા પણ એક ઇંચ વરસાદ પડયાે હતાે.અમરેલી જિલ્લામા કપાસ, મગફળી, તલ અને અન્ય પાકાેને વરસાદની તાતી જરૂર છે. ખેડૂતાે કાગડાેળે વરસાદની રાહ જાેઇ રહ્યાં છે. તેવા સમયે અમરેલી જિલ્લામા ફરી વરસાદનાે નવાે રાઉન્ડ શરૂ થયાે છે. ગઇકાલે ડુંગરમા બે ઇંચ વરસાદ વરસ્યા બાદ અાજે અમરેલી જિલ્લાના માેટાભાગના વિસ્તારમા મેઘરાજાનુ અાગમન થયુ હતુ.

લાઠી પંથકમા બપાેરબાદ ચડી આવેલા ઘનઘાેર વાદળાે વરસી પડયા હતા. અહી સાંજ સુધીમા અેક ઇંચ વરસાદ વરસી જતા શહેરની બજારાેમા પાણી દાેડવા લાગ્યા હતા. કપાસ અને મગફળીના પાકને અા વરસાદથી માેટાે ફાયદાે થશે.અાવી જ રીતે અાજે જાફરાબાદ પંથકમા ધીમીધારે અડધાે ઇંચ વરસાદ વરસી ગયાે હતાે. તાે ખાંભા પંથકમા અેક ઇંચ અને રાજુલા પંથકમા પણ અેક ઇંચ વરસાદ થયાે હતાે. અમરેલી શહેરમા બપાેરબાદ ઘટાટાેપ વાદળાે ચડી અાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...