તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:કોરોનાને લીધે નિરાધાર બનેલા 100 પરિવારોને રોજગારી આપશે

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ સમુહલગ્ન સમિતી અને મહિલા મંડળના નેજા હેઠળ સહાય કરાશે

કોરોનાને લીધે પરિવારના બધા પુરૂષોના મૃત્યુ થયા બાદ ઘર ચલાવવા, બાળકોને ઉછેરવાની જવાબદારી મહિલાઓ પર આવી ગયાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો. જેને પગલે જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ સમુહલગ્ન સમિતી અને મહિલા મંડળ આ પરિવારોની મદદ માટે આગળ આવ્યા છે. આ અંગે સમિતીના પ્રણેતા હરસુખભાઇ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કોરોનાને કારણે નિરાધાર બનેલા 100 પરિવારોને રોજગારી પૂરી પાડીને પગભર થવાનું અભિયાન હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.

જેમાં બહેનોને સિલાઇ મશીન અને ભાઇઓ અને યુવાનોને સાધન-સહાય અપાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમુક પરિવારોમાં તો બે-ત્રણ સભ્યોના એક સાથે મૃત્યુ થયા છે. આવા અનેક પરિવારોના માળા પિંખાઇ ગયા છે. આ માટે જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ સમુહલગ્ન સમિતી અને મહિલા મંડળના માધ્યમથી આગામી દિવસોમાં એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે.

આખા અભિયાનની રૂપરેખા નક્કી કરીને આગામી દિવસોમાં તબક્કાવાર કાર્યક્રમોના આયોજનો કરાશે. કોરોનાનો કહેર હશે તો સોશ્યલ ડિસ્ટન્સ, ભીડ એકત્ર ન થાય એનું ધ્યાન રાખીને અભિયાન આગળ ધપાવવામાં આવશે. સંસ્થાના કાર્યકરો ઘેર ઘેર ફરીને સર્વે કરશે. પૂરતી તપાસ કર્યા બાદ જરૂરિયાતમંદ 100 પરિવારોની યાદી તૈયાર કરાશે. જેમાં બહેનોને સિલાઇ મશીન અને ભાઇઓને સાધન-સામગ્રીની સહાય આપવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...