તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ તાલુકાના પત્રાપસર ગામે 6 વર્ષ પૂર્વે આ ઘટના બની હતી. પત્રાપસર ગામે ફરજ બજાવતા મહિલા તલાટી મંત્રી રાધિકાબેન જમનાદાસભાઇ કાલરીયાએ વર્ષ 2015માં સરકારી વાસ્મો યોજનાના જરૂરી ફોર્મમાં સહિ કરી પરત કરવા તત્કાલીન સરપંચ દામજીભાઇ ગોવિંદભાઇ દોંગાને 4 નકલો આપી હતી. ત્યારે સરપંચે 1 ફોર્મ પોતાની પાસે રાખી લીધું હતું.
તલાટી મંત્રીએ, ફોર્મ તમારી પાસે ન રખાઇ તેમ કહેતા સરપંચે ઉશ્કેરાઇ જઇ થપ્પડ મારી, ગાળો કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં આ મામલે ફરિયાદ થતા જૂનાગઢની કોર્ટમાં કેસ થયો હતો. આ કેસ જૂનાગઢના ત્રીજા જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ અલ્પાબેન પ્રભુદાસ કડીવારની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન માની અને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એકટની જોગવાઇઓનો લાભ આપી છોડી મૂકવા હુકમ કર્યો છે. આ અંગે એડવોકેટ મનોજભાઇ દવેએ જણાવ્યું હતું કે, કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવ્યા છે, પરંતુ પ્રથમ ગુનો હોય અને ચાલ ચલગત સારી હોય પ્રોબેશન ઓફેન્ડર્સ એકટની જોગવાઇનો લાભ આપી છોડી મુક્યા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.