તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • It Was Decided In The Meeting Of The Executive Committee Of The Corporation To Send The Proposal To Increase The Tax In Keshod To The Government.

બેઠક:કેશોદમાં વેરા વધારવાની દરખાસ્ત સરકારમાં મોકલવા પાલિકાની કારોબારી સમિતીની બેઠકમાં નિર્ણય લેવાયો

કેશોદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
કારોબારી સમિતીની મળેલ બેઠકની તસ્‍વીર - Divya Bhaskar
કારોબારી સમિતીની મળેલ બેઠકની તસ્‍વીર
  • કેશોદ નગરપાલિકા કારોબારી સમિતીની મળેલ બેઠકમાં જુદા જુદા 14 મુદાઓની ચર્ચા કરી નિર્ણય લેવાયા

કેશોદ નગરપાલિકાની કારોબારી સમિતીની બેઠક મળી હતી. જેમાં જુદા જુદા 14 મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા સમિતીના સભ્યોએ કરી હતી. જેમાં સૌથી મહત્વના વેરા વધારવાની દરખાસ્ત બાબતે વિસ્તૃત ચર્ચા બાદ તે દરખાસ્ત સરકારમાં મોકલવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

કેશોદ પાલિકાની કારોબારી સમિતીના ચેરમેન મોહનભાઈ બુટાણી સહિતના સભ્યો અને ચીફ ઓફિસર પી. એચ. વિઠ્ઠલાણીની હાજરીમાં સમિતીની બેઠક મળી હતી. જેમાં મુદાઓની ચર્ચા બાદ નિર્ણય લેવાય હતા. જેમાં કેશોદ પાલિકા વિસ્તારમાં આવેલ રહેણાંક અને બિન રહેણાંક મિલ્કતોના વધારવામાં આવેલાં વેરા અંગે ચર્ચા કરી આ દરખાસ્ત સરકારમાં કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

કેશોદ નગરપાલિકા બી ગ્રેડમાં આવતી હોય અને એ ગ્રેડની નગરપાલિકાની સરખામણીના વેરો લાગું કરવાની વિચારણા કરવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રહેણાંક અને બિન રહેણાંક મિલ્કતોના નામફેર કરવામાં અત્યારે જે રકમ વસુલવામાં આવે છે. એમાં ફેરફાર કરવા ઉપરાંત સમયમર્યાદામાં નામફેર કરવામાં ન આવે તો વધારાની રકમ લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કેશોદ પાલિકા વિસ્તારમાં નર્મદા નદી અને મહીપરીએજ યોજના હેઠળ પાણી પુરતાં પ્રમાણમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું હોય છતાં જુના પાણીનાં બોરને રીબોર તથા નવાં બોર કરવા માટે ચર્ચા થઈ હતી. ત્યારે સાબરી વોટર વર્કસ યોજના કરોડો રૂપિયા ખર્ચીને ઉપયોગમાં લેવા અંગે પણ ચર્ચા થઈ હતી. નામદાર કોર્ટના હુકમથી પાલીકામાં ફરજ બજાવતા કર્મચારીઓના પગાર ધોરણમાં ફેરફાર કરવાની ચર્ચા કરવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઔધોગિક એકમો ને ખુલ્લી જગ્યાનાં વેરા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

આમ, કેશોદ નગરપાલિકાની કારોબારી સમિતીની બેઠક એકંદર વિવાદિત સુધારાઓને પ્રાધાન્ય આપનારી બની ગયેલી હોવાની શહેરીજનોમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ નિર્ણયો સામે આગામી દિવસોમાં પાલીકાના પ્રાદેશિક કમિશનર અને નિયામક નગરપાલિકાઓ ગાંધીનગરને ફરિયાદ થાય એવાં સંકેતો સૂત્રો પાસેથી મળી રહ્યાં છે. જ્યારે વેરા વધારા સામે કોંગ્રેસ સહિત અનેક સંસ્થાઓએ આંદોલન ચલાવ્યું હતું. ત્યારે પાલીકા વેરા વધારા બાબતે સરકારમાં શું દરખાસ્ત કરે છે તેના પરમીટ માંડીને બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...