રહીશોની સમસ્યાઓ:નળ, ગટર ને રસ્તાની સુવિધા વધે તેવી અપેક્ષા...

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ અને ગીર સોમનાથની વિધાનસભા મતવિસ્તારના 100 રહીશો પાસેથી "દિવ્ય ભાસ્કર'એ મુખ્ય સમસ્યાઓ જાણી.રહીશોએ સમસ્યાઓ જણાવવાની સાથે ધારાસભ્યો પાસેથી તેનો ઉકેલ લાવવાની લાગણી પણ વ્યક્ત કરી છે.લોકોની આ સમસ્યાઓને અમે ધારાસભ્યો સુધી પહોંચાડીશું અને તેના નિકાલની સમયમર્યાદા પણ જાણીશું તથા પ્રસિદ્ધ કરીશું.સાથે જ એ સમયમર્યાદાનો ટ્રેકરે કોર્ડ રાખીને સમસ્યા દૂર કરવાનું પ્રગતિપત્રક પણ પ્રસિદ્ધ કરીશું.

જૂનાગઢ

 • જૂનાગઢ બેઠકમાં વડું મથક જૂનાગઢ જ છે. અહીં જીઆઇડીસી સહિતના ઉદ્યોગો પડી ભાંગ્યા છે. શહેરની 45 ટકા વસ્તી ભૂગર્ભ જળ ઉપર જીવે છે. શહેરના આંતરિક રસ્તાઓ તૂટેલા હોવાની સૌથી મોટી સમસ્યા.

કેશોદ

 • શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી સાંબલી ડેમમાં પડે. તેમજ ઘેડ પંથકનાં ખેડૂતોને ઓઝત નદીનાં પાણીથી નુકસાન થઇ રહ્યું છે. તેમને લઇ આરસીસી દિવાલ તેમજ નદીને ઉંડી કરવી જોઇએ સહિતનાં પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઇએ.

કોડીનાર

 • કોડીનાર-વેરાવળ,કોડીનાર ઊના હાઇવેની કામગીરી સત્વરે પૂર્ણ કરવી જોઈએ.
 • કોડીનાર મીટર ગેજ ટ્રેન વર્ષોથી બંધ છે જે શરૂ કરવી જોઈએ.તેમજ સ્યુગર ફેકટરી શરૂ કરવાને લઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે એ જરૂરી છે.

તાલાલા

 • આંતરિક રસ્તાઓ જેમના કામ અધૂરા છે તે પૂર્ણ કરવા જોઈએ.
 • સફાઈની કામગીરી વધુ અસરકારક બનાવવામાં આવે.
 • સાર્વજનીક,ખાનગી માલિકીનાં થતી ગંદકીને લઈ ખાસ સફાઈ ઝુંબેશ ચલાવવી જોઈએ.

માંગરોળ

 • ઉનાળાની સીઝનમાં પાણીની અછત ઉભી થાય છે જેમના નિરાકરણ માટે પ્રયાસ કરવા જરૂરી છે.
 • માંગરોળ પંથકના કોઈ મોટો ઉદ્યોગ નથી જે સ્થાપવામાં આવે તો આસપાસના વિસ્તારના લોકોને રોજગારી ની તકો મળી શકે તેમ છે.

વિસાવદર

 • વિસાવદર તાલુકામાં એક પણ ઉદ્યોગ નથી. ઉદ્યોગ સ્થપાય તો સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેમ છે.
 • ગામડાઓના રસ્તા અતિ બીસમારમાં હાલતમાં છે જે તાત્કાલિક નવા મંજૂર કરવા જોઈએ.
અન્ય સમાચારો પણ છે...