પતંગની ઉર્ધ્વયાત્રા:ભલભલાને તંગ કરે તેને પતંગ કહેવાય

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતંગની ઉર્ધ્વયાત્રાને વાતાવરણના સંધર્ષમાંથી, વસ્તુઓના અને વ્યક્તિના સંધર્ષમાંથી પસાર થવું પડે છે

ગિરનાર તીર્થ ની ગોદડાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનોમાં પદ્મદર્શનવિજયજી મહારાજે મકરસંક્રાંતિ નિમિત્તે વિશિષ્ટ પ્રવચન કરતા જણાવ્યું હતું કે, મકર રાશિમાં સૂર્યનાં સંક્રાંત થવું તેને મકરસંક્રાંતિ કહેવાય. દક્ષિણ માંથી ઉત્તર દિશા તરફ સૂર્યનાં ગમન તેને ઉત્તરાયણ કહેવાય. લીલાને તંગ કરે તેને પતંગ કહેવાય.

તમારે તમારી જીવન રૂપી પતંગને જો ઉર્ધ્વયાત્રાએ મોકલવી છે તો એ માટે તમારા હ્યદયને તમારે આકાશ જેવું અસીમ બનાવવું પડે. પતંગને દોરીનું બંધન હોય તો જ ઊડે છે. જીવનનાં ક્ષેત્રે પણ સમાજ, સંસ્કૃતિ, શીલ અને સદાચારનું બંધન હશે તો જ સાત્વકતા અને પવિત્રતા તરફ ઉડ્ડયન કરી શકશો.

જેઓ બંધન નથી સ્વીકારતા તેમનું જીવન પતન પામે છે. કેટલાક માણસો એવા હોય છે. જેઓને પતંગ ચડાવવા કરતાં બીજના પતંગ કાઢવામાં રસ હોય છે. ઉર્ધ્વયાત્રા માટે પતંગને કોટકના હાથમાં સમર્પિત બનવું પડે છે તેમ માણસે પણ મા-બાપ વડીલને અને સદગુરૂને સમર્પિત થવું જોઈએ. વિકાસ જેને પણ કરવો છે, સમર્પણ એના માટે અનિવાર્ય છે.

ઉર્ધ્વયાત્રાએ જાવ જાનતા સંધષોમાંથી પસાર થવું જ પડે છે. પતંગની ઉર્ધ્વયાત્રાને વાતાવરણના સંધર્ષમાંથી, વસ્તુઓના અને વ્યક્તિના સંધર્ષમાંથી પસાર થવું પડે છે. પતંગને દૂધવાળી પતંગ તંગ નથી કરતી પણ નજીક વાળી પતંગ તરફથી જ તકલીફ આવે છે. જીવન ક્ષેત્રે પણ નજીકવાળાઓની હેરાનગતિ વિશેષ હોય છે.

હળવી પતંગ જલદી ઊડી શકે છે. તેમ જેટલા વજનદાર છો, મોટા છો, ભારે છો, અધો યાત્રા તમારા માટે એટલી જ સુગમ છે અને શીઘ્ર છે. પવન એ પતંગ માટે મહત્વનું પરિબળ છે. જીવન ક્ષેત્રે અત્યારે ભલભલાના ફયુઝ ઊડી ગયા છે એ વખતે પ્રેમ, વાત્સલ્ય અને હૂંફ દ્વારા એ જીવનને ઉપર લઈ જઈ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...