હુકમ:ડીપીઇઓના કબ્જામાં રહેલા વાહન, ફર્નીચરને કબ્જે કરવા કોર્ટનું વોરંટ ઇશ્યુ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મૃતક શિક્ષકના પરિવારને પેન્શનનો કોર્ટના હુકમનો અનાદર કરતા પગલું
  • બુધવારે બેલીફની હાજરીમાં વાહન, ઓફિસ ફર્નીચર જપ્ત કરાશે

કોર્ટના હુકમનો અનાદર કરનાર ડીપીઇઓની ઓફિસનું ફર્નિચર, વાહન કબ્જે કરવા કોર્ટે વોરંટ ઇશ્યુ કરતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે એડવોકેટ પી.ડી. ગઢવીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા આરબ અબ્બાએ તાલીમી શિક્ષક ગણી પગાર, ભથ્થા, ઉચ્ચતર પગાર અને રેગ્યુલર પેન્શન મળવા કરેલ દાવો કોર્ટે મંજૂર કર્યો હતો. બાદમાં આરબ અબ્બાનું અવસાન થતા તેમના પત્નિ રોશનબેને કોર્ટના હુકમનામા મુજબની રકમ મેળવવા એડવોકેટ પી.ડી. ગઢવી દ્વારા દરખાસ્ત દાખલ કરેલ હતી.

તેમ છત્તાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કોર્ટના આદેશનું પાલન કર્યું ન હતું. બાદમાં પી.ડી. ગઢવીએ આ મામલે વોરંટ ઇશ્યુ કરવા અરજી કરતા પ્રિન્સીપાલ સિવીલ જ્જએ હુકમ કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના કબ્જામાં રહેલ વાહન, ઓફિસ ફર્નિચર વગેરે ઝપ્તીમાં લેવા ઝપ્તી વોરંટ ઇશ્યુ કર્યું છે. કોર્ટે આ વોરંટ બેલીફને આપી અમલવારી કરવા આદેશ કર્યો છે. ત્યારે બુધવારે બેલીફ વોરંટની બજવણી કરવા જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, સરકારી અધિકારીઓ પણ અદાલતના હુકમનું પાલન કરતા ન હોય સરકાર પાસેથી પૈસા વસુલવા ઝપ્તી વોરંટ ઇશ્યુ કરવાની કોર્ટને ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...