તપાસ:જૂનાગઢ રેલવે સ્ટેશન ગ્રોફેડમાં ફેરવી એ જમીન પચાવી પાડવાનું કૌભાંડ કે શું ?

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેશન ફેરવવાના બદલે ઓવર કે અન્ડરબ્રિજ બનાવો : રિબડીયા

જૂનાગઢના રેલવે સ્ટેશનને ગ્રોફેડમાં ફેરવવાની થતી હિલચાલ સામે વિરોધ થઇ રહ્યો છે.ખાસ કરીને આ સરકારી જમીન પચાવી પાડવાનું કાવતરૂં હોય સ્ટેશન ફેરવવાના બદલે ઓવર કે અન્ડર બ્રિઝ બનાવવા માંગ કરાઇ છે. આ અંગે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢનું રેલવે સ્ટેશન છે તેને હટાવીને ગ્રોફેડમાં લઇ જવાની તૈયારી થઇ રહી છે.

આ માટે ભાવનગર રેલવેએ 5 જાન્યુઆરીએ 4 વાગ્યે ભાવનગર ખાતે બેઠક બોલાવી છે. જોકે, અમે આ બેઠકનો બહિષ્કાર કર્યો છે. કારણ કે હાલનું જૂનાગઢનું રેલ્વે સ્ટેશન જૂનાગઢ, ગિર સોમનાથ અને અમરેલી એમ 3 જિલ્લાના 18 તાલુકાના ગામો સાથે કનેક્ટિવીટી ધરાવે છે. તેમ છત્તાં, આ રેલવે લાઇન પર જૂનાગઢમાં આવેલા ફાટકથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું કારણ આગળ ધરી સ્ટેશનને ત્યાંથી બંધ કરી ગ્રોફેડ તરફ લઇ જવાની પેરવી થઇ રહી છે.

ત્યારે આમાં ક્યાંકને ક્યાંક રેલવેની સરકારી જમીન પચાવી પાડવાનું કાવતરૂં ઘડાઇ રહ્યું હોવાની શંકા જાગે છે. જો રેલવે ફાટકના કારણે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યા થતી હોય તો રેલવે સ્ટેશનનું સ્થળાંતર અટકાવી ત્યાં ઓવર કે અન્ડરબ્રિઝ બનાવી શકાય છે. ત્યારે જો ટ્રાફિક સમસ્યાની આડમાં સરકારી જમીન પચાવી પાડવાનું કાવતરૂં પાર પાડવા જૂનાગઢ રેલવે સ્ટેશનનું ગ્રોફેડમાં સ્થળાંતર કરાશે તો જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન કરાશે તેમ વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...