માંગ:ફાટક મુક્ત ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થયો કે નહી?

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી હતી
  • જૂનાગઢ,માળિયા,કેશોદ, વંથલી શહેરમાંથી પસાર થતી ટ્રેનોથી લોકોને હાલાકી

વેરાવળથી લઇને જૂનાગઢ સુધીની રેલવે લાઇનો શહેરની વચ્ચેથી પસાર થાય છે. પરિણામે વારંવાર ફાટકો બંધ થતા હોય લોકોની હાલાકી વધી રહી છે. દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ફાટક મુક્ત ગુજરાતની જાહેરાત કરી હતી. ત્યારે આ જાહેરાતમાં જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થાય છે કે કેમ? તેવા સવાલ સાથે આમ આદમી પાર્ટીના મહામંત્રી ભાવેશભાઇ કાતરીયાએ સાંસદ રાજેશભાઇ ચુડાસમાને પત્ર પાઠવી આ મામલે શું કામગીરી થઇ છે તેની વિગતો પ્રજા સમક્ષ જાહેર કરવા માંગ કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, વેરાવળ- સોમનાથથી શરૂ થતી ટ્રેનો માળિયા હાટીના, કેશોદ, વંથલી, જૂનાગઢ વગેરે શહેરોમાંથી પસાર થાય છે. પરિણામે અંદાજે 20થી વધુ વખત ટ્રેનોનું આવન- જાવન થતું હોય છે. ટ્રેનોના આવન- જાવનના કારણે રેલવે ફાટકો બંધ રહેતા હોય ફાટક પાસે અંદાજીત 150થી 200 લોકો અને તેમજ અસંખ્ય વાહન ચાલકો હેરાન થાય છે.

વાહનોનું બળતણ વધુ વપરાય છે અને પ્રદૂષણમાં પણ વધારો થાય છે. ત્યારે ફાટક મુુક્ત ગુજરાતમાં જૂનાગઢની સ્થિતી વિશે લોકોને જાણ કરી થયેલી કે થનાર કામગીરીથી અવગત કરાવો તેવી માંગ છે. સાથોસાથ ફાટકોની બન્ને બાજુ રોડની હાલત ખરાબ હોય આ મામલે પણ યોગ્ય કરવાની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...