કામગીરી:સિંચાઇના રૂપિયા 5.68 કરોડ, PGVCLના 4.15 કરોડ ચૂકવ્યા

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચૂકવણી શરૂ, ઘણાં લાંબા સમયથી બાકી રહેલું કરોડો રૂપિયાનું દેવું ચૂકવવા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ
  • સેટલમેન્ટમાં જોડાતા સિંચાઇના 11.19 કરોડનો ફાયદો

જૂનાગઢ મહાનગરપાલિકા પાસે સિંચાઇ અને પીજીવીસીએલ કંપનીનું કરોડો રૂપિયાનું લેણું છે. આ રકમ લાંબા સમયથી ચૂકવાઇ ન હતી. જોકે હવે આ રકમ ચૂકવવા માટે મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઇ રહી છે.આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા પાસે સિંચાઇ વિભાગનું 19.72 કરોડનું લેણું હતું. આમાં છેક 2007થી લઇને ડિસેમ્બર 2019 સુધીની રકમનો સમાવેશ થાય છે. મનપા અંતિત ઓઝત આડબંધ સિંચાઇ યોજનામાંથી પાણી ઉપાડે છે. આ પાણી ઉપાડના લેણાં પેટે મૂળ રકમ, વ્યાજ અને દંડની રકમ મળી કુલ 19.72 કરોડ ચૂકવવાના થાય છે.

દરમિયાન સરકારે સિંચાઇના બાકી લેણાં અંગે વન ટાઇમ સેટલમેન્ટ યોજના બહાર પાડી હતી. આ યોજનામાં જોડાઇ જતા જૂનાગઢ મનપાને દંડ,વ્યાજની રકમમાંથી મુક્તિ મળી છે. પરિણામે 19.72 કરોડના બદલે માત્ર 8.53 કરોડ જ ભરવાના થયા છે. આમ, સરકાર દ્વારા રજૂ કરાયેલ સિંચાઇની વન ટાઇમ સેટલમેન્ટ યોજનામાં જોડાઇ જતા મનપાને 11.19 કરોડની રકમ ભરવામાંથી મુક્તિ મળી છે. વળી 8.53 કરોડની આ રકમ પણ સરખા 6 હપ્તામાં ભરી આપવાની સુવિધા અપાઇ છે. પરિણામે મનપાએ 1,41,21, 360 ના 6 હપ્તામાં આ રકમ ભરપાઇ કરવાની હતી.

મનપાએ 6 માંથી 4 હપ્તાની રકમ 5,68,85,440 ભરી અાપી છે. હવે 2 હપ્તાની 2,84,42,725 ની રકમ ચૂકવવાની બાકી રહી છે. જ્યારે પીજીવીસીઅેલનું કુલ લેણું 3.70 કરોડનું જ હતું. પરંતુ વર્ષ 2010થી રકમ બાકી હોય વ્યાજ, દંડ વગેરે થઇને 5.40 કરોડ જેવી રકમ થઇ છે. દરમિયાન અગાઉનું લેણું બાકી હોય પરંતુ નવા માસિક બિલની રકમ ભરપાઇ કરી અાપવામાં આવે છે. આવી રકમના પીજીવીસીએલને 4.15 કરોડ ચૂકવી આપ્યા છે. જ્યારે હવે 3.57 કરોડ જેવી રકમ બાકી છે જે પણ ટૂંક સમયમાં ચૂકવી અપાશે.

સિંચાઇની યોજનાનો લાભ લેવા અન્યને મોડી ચૂકવણી
મનપા પાસે સિંચાઇનું 19.72 કરોડનું લેણું હતું પરંતુ સરકારની વન ટાઇમ યોજનામાં જોડાતા 11.19 કરોડનો ફાયદો થતો હોય સિંચાઇના બાકી નાણાં પહેલા ભરવામાં આવી રહ્યા છે. જેને કારણે અન્ય સંસ્થાને ચૂકવણીમાં વિલંબ થઇ રહ્યો છે.

સિંચાઇના લેણાંમાંથી 31 ડિસેમ્બરે મુક્તિ
સિંચાઇના લેણાંના 2 હપ્તા જ બાકી છે. આ બન્ને હપ્તાની રકમ 31 ડિસેમ્બર પહેલા જ ભરપાઇ કરી અપાશે.આમ, સિંચાઇના લેણાંમાંથી મનપાને 31 ડિસેમ્બર સુધીમાં મુક્તિ મળશે.

હવે ઉનાળામાં જે પાણી લેવાય તેનું જ બાકી રહેશે
સિંચાઇનું તમામ લેણું 31 ડિસેમ્બર સુધીમાં ચૂકવાઇ જશેે. હવે ઉનાળામાં પીવાના પાણીની ઘટ પડે અને પાણી લેવું પડે તો તેની જ રકમ બાકી રહેશે.

સ્ટ્રીટ લાઇટ, વોટર વર્કસનું બિલ વધશે
અત્યાર સુધી સ્ટ્રીટ લાઇટ, વોટર વર્કસ મળી પીજીવીસીઅેલનું માસિક બિલ 90 લાખ જેવું થતું હતું. જોકે, તેમાં હવે વધારો થઇ શકે છે. આ રકમ વધીને 1.25 કરોડ સુધી જઇ શકે છે. કારણ કે, હવે નવા ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત થશે, નવા હાઇમાસ્ટ ટાવર ઉભા થશે તેમજ નવી સ્ટ્રીટ લાઇટો નંખાતા વિજ વપરાશ વધી જશે.

અન્ય સમાચારો પણ છે...