તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાન:ઘઉં માટે પિયતની ના પાડતાં શેરડીનો મોલ સળગાવ્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેંસાણના ચણાકામાં શેઢાપાડોશીએ નુકસાન કરી નાંખ્યાની ફરિયાદ નોંધાઇ

ભેંસાણ તાલુકાના ચણાકા ગામે શેઢા પાડોશીએ ખેડૂત પાસે ઘઉંના પાકને આપવા માટે પાણી માંગ્યું હતું. તેની ના પાડતાં શેઢા પાડોશીએ તેના શેરડીના ઉભા મોલને સળગાવી રૂ. 2 લાખનું નુકસાન કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

ભેંસાણ તાલુકાના ચણાકા ગામે રહેતા દિનેશભાઇ ઘુસાભાઇ રામાણી (ઉ. 47) ના શેઢા પાડોશી ધીરૂભાઇ ટપુભાઇ વઘાસિયાએ અગાઉ તેમની પાસે ઘઉંના પાકમાં પીવડાવવા માટે પાણી માંગ્યું હતું. પણ દિનેશભાઇએ ના પાડી હતી. આ વાતનો ધીરૂભાઇએ ખાર રાખી ગત મે માસમાં દિનેશભાઇના ખેતરમાં શેરડીનો પાક અને વાંસના ઝાડ સળગાવી દીધા હતા. અને બાદમાં નાસી ગયા હતા. બનાવ અંગે દિનેશભાઇએ ભેંસાણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ હેડ કોન્સટેબલ પી. બી. વાઘેલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...