તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્‍યા:સુત્રાપાડા પંથકમાં અનિયમિત અને ટુંકી એસટી સેવાના કારણે વિદ્યાર્થીઓ-લોકો પરેશાન

વેરાવળ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેરાવળ-કોડીનાર વચ્‍ચે વાયા સુત્રાપાડા થઇ દોડતી બસો હાઉસફુલ જ થઇને સુત્રાપાડા પહોંચતી હોવાથી સ્‍થાનીક મુસાફરો બેસી શકતા ન હોવાની રાવ
 • સુત્રાપાડા પંથકમાં સવારના સમયે 1 બસ જ દોડતી હોવાથી વિદ્યાર્થીઓ-લોકોને ફરજીયાત ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે

ગીરસોમનાથના સુત્રાપાડા તાલુકામાં વેરાવળ-કોડીનાર વચ્‍ચે દોડતી એસટી બસો ઉપરના રૂટથી મુસાફરો ભરેલી આવતી હોવાથી સુત્રાપાડા પંથકના લોકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્‍કેલી પડી રહી છે. ખાસ કરીને સુત્રાપાડા તાલુકામાંથી વેરાવળ અભ્યાસ તેમજ નૌકરી અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને લોકો પાસે માસિક પાસ હોવા છતાં ફરજીયાત રીક્ષામાં મુસાફરી કરવી પડે છે. જેથી બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. આ સમસ્‍યા બાબતે એસટી તંત્રને અનેકવાર રજુઆતો કરવા છતાં કોઇ નિવેડો આવતો ન હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ પ્રર્વતી છે.

કોરોનાકાળના 10 મહિના બાદ સ્કૂલ-કોલેજો ધીમે ધીમે ચાલુ થઇ રહેલ છે. ત્‍યારે જ અભયાસ અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. સરકારની ગાઈડલાઈન મુજબ 35-40 મુસાફરો બેસાડવાનો નિયમ હોય જેથી બધા મુસાફરો બસમાં ચડી શકતા નથી. સરકાર 1000 નવી બસ મુકવાની જાહેરાતો કરે છે પણ જે બસો ચાલુ કરાઇ છે એ પણ સમયસર આવતી નથી ત્યારે સરકાર માત્ર વાતો જ કરતી હોઈ એવું સુત્રાપાડા પંથકમાં પુરવાર થઇ રહ્યુ છે. કારણ કે, સુત્રાપાડા તાલુકાના વિદ્યાર્થીઓને કોરોના મહામારી પહેલા જે સમસ્યા હતી એ ફરી ભોગવવી પડી રહી છે.

જેમાં એસટી વિભાગની વેરાવળ-કોડીનાર વાયા સુત્રાપાડા થઈને કોરોના પહેલા દરરોજ ત્રણ બસો દોડતી હતી. જે હાલ અનલોકમાં ફકત 1 બસ જ દોડી રહી છે. જે બસ પણ કલાકોની રાહ જોયા પછી ઉપરના રૂટથી ભરેલી આવતી હોવાથી તમામ વિદ્યાર્થીઓ ચડી શકતા ન હોવાથી હાલાકી ભોગવી રહ્યા છે. વેરાવળ-કોડીનાર વાયા સુત્રાપાડા રૂટ પર ચાલતી બસ વેરાવળથી અને કોડીનારથી જ ફુલ થઈને સુત્રાપાડા પહોંચે છે.

જેના કારણે સુત્રાપાડા પંથકના કણજોતર, સિંગસર, લોઢવા, પ્રશ્નાવડા, વડોદરાઝાલા, સુત્રાપાડા, કદવાર, લાટી ગામના અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને લોકો સમય સર પહોંચી શકતા નથી. ઉલ્‍ટાનું અનિયમિત અને ઓછી બસ સેવાના કારણે રીક્ષા, મેજીક જેવા ખાનગી વાહનોમાં નાછુટકે મુસાફરી કરવી પડે છે. જેના કારણે પૈસા અને સમયનો વ્‍યય થઇ રહ્યો છે. આ અંગે એસટી ડેપોના જવાબદારોને વધુ બસો ફાળવવા અનેકવાર રજુઆતો કરેલ હોવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી. ત્‍યારે ઉચ્‍ચકક્ષાએથી વિદ્યાર્થીઓની માંગણી પર ઘ્‍યાન આપી વધુ બસો દોડાવવા આદેશ કરે તે જરૂરી હોવાનું અંતમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો