તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વર્ષ 2015માં વાહન ચોરીના શખ્સની 12 ગુનામાં સંડોવણી

જૂનાગઢ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જૂનાગઢ પોલીસે 15,000નું બાઈક કબ્જે કર્યું

જૂનાગઢના ઈન્દ્રલોક આર્કેડ પાસેથી વર્ષ 2015માં બાઈક ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો. જેની પુછપરછ હાથ ધરતા અન્ય એક ડર્ઝન જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળતા આગળની કાર્યવાહી હાથ ધરી. રાજકોટ રૈયા રોડ આલાપ ગ્રીન સીટી ખાતે રહેતા ઘવલભાઈ કલ્યાણજીભાઈ પરમારની મોટર સાઈકલ વર્ષ 2015માં જૂનાગઢ તળાવ દરવાજા પાસે ઈન્દ્રલોક આર્કેડ પાસે પાર્ક કરેલી હોય. જ કોઈ અજાણ્યો ઈસમ ઉઠાવી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ કોન્સ. વનરાજસિંહ તથા અનકભાઈને મળેલી બાતમીના આધારે કાળવા ચોક નજીકથી આરોપી વિજય પ્રકાશ રામાનુજ રહે. મઘુરમ, જૂનાગઢ વાળાને ઝડપી પાડ્યો હતો. જની તપાસ હાથ ધરી પોકેટ કોપ એપમાં સર્ચ કરવામાં આવતા આરોપી પર એક ડઝન જેટલા ગુનાઓ કરેલ હોવાનો ઈતીહાસ બહાર આવતા પોલીસે રૂ.15,00નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો