ક્રાઇમ:ખૂનના આરોપીની વધુ એક બાઇક ચોરીમાં સંડોવણી

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ વાહન ચોરીના 2 ગુના કર્યા હતા
  • પોલીસે​​​​​​​ ચોરાઉ વાહન કબ્જે કર્યું

શહેરના જયશ્રી રોડ પર થયેલ યુવાનની હત્યામાં પકડાયેલા આરોપીની વધુ એક વાહન ચોરીમાં સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જયશ્રી રોડ પર રાકેશ ઉકાભાઇ બાંભણીયાની હત્યા કરાઇ હતી.

આ બનાવમાં પોલીસે રાજકોટના સન્ની વિજયભાઇ જાલણીયા અને જૂનાગઢના સંજય રાજુભાઇ સોલંકી નામના 2 આરોપીની અટક કરી હતી. દરમિયાન એસપી રવિ તેજા વાસમ શેટ્ટની સૂચનાથી બી ડિવીઝન પીઆઇ એન. આઇ.રાઠોડ અને સ્ટાફે પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી સંજય સોલંકીની સામે અગાઉ એ અને બી ડિવીઝનમાં વાહન ચોરીની ફરિયાદ નોંધાતા તેની ઘરપકડ કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

દરમિયાન વધુ તપાસમાં સંજય સોલંકીએ બસ સ્ટેશન પાસેથી જીજે 03 બીસી 9814 નંબરના 20,000ની કિંમતના બાઇકની પણ ઉઠાંતરી કરી હોવાનું ખુલવા પામ્યું હતું. બાઇકના નંબરના આધારે પોલીસ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા બાઇક ખલીલપુર રોડ વિસ્તારના અરવિંદભાઇ ગોવિંદભાઇ બરવાડીયા હોવાનું જણાતા તેમને જાણ કરાઇ હતી. જેને પગલે સંજય સોલંકી સામે વધુ એક વાહન ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે સંજય સોલંકીની ધરપકડ કરવાની તજવિજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...