• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Investigation Into The Group Clash That Took Place Two And A Half Months Ago At The Border Of Girgarhda, The Then PSI And The Beat Constable Suspended For Negligence.

ગીર સોમનાથ SPની આકરી કાર્યવાહી:ગીરગઢડાના સીમાસીમાં અઢી માસ પહેલા થયેલી જૂથ અથડામણની તપાસનો મામલો, બેદરકારી દાખવનાર તત્કાલીન PSI અને બીટ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

જુનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસવડાએ એએસપીને તપાસ સોંપેલ જેના રીપોર્ટના આધારે સસ્પેન્ડની કાર્યવાહી થતા પોલીસબેડામાં ચકચાર પ્રસરી

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના સીમાસી ગામે અઢી માસ પહેલા ટૂંકાગાળામાં થયેલ બે જૂથ અથડામણની ઘટનાની તપાસ અને આરોપીઓને ઝડપી લેવામાં બેદરકારી દાખવનાર ગીરગઢડાના તત્કાલીન પીએસઆઈ અને એક પોલીસ કર્મચારીને જિલ્લા પોલીસવડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

ગીરગઢડા તાલુકાના સીમાસી ગામે અઢી માસ પૂર્વે છોકરાઓની માથાકૂટ મામલે સમાધાન કરવા બાબતે સંધી અને ઘાંચી સમાજના બે જૂથો સામ સામે આવી ગયા બાદ વાહનોમાં તોડફોડ કરી જીવલેણ હુમલો થયા હતા.આ જૂથ અથડામણ મામલે બંન્ને પક્ષના 30થી વધુ લોકો વિરૂધ્ધ પોલીસે ગુનાઓ નોંધી તપાસ કરી રહી હતી. દરમિયાન હુમલામાં ઇજા પામનાર અમુક વ્યક્તિઓને વધુ સારવાર અર્થે બહાર ખસેડવામાં આવેલ હતા. જેમાં સંધી સમાજના બે વ્યક્તિઓના મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેથી પોલીસ દ્વારા હત્યાની કલમનો ઉમેરો કરેલ હતો.

આ ઘટનાની તપાસમાં સ્થાનિક પોલીસ બેદરકારી રાખી હોવા ઉપરાંત આરોપીઓને પકડવામાં ઢીલ રાખી હોવાથી ગણતરીના દિવસમાં બીજી વખત જૂથ અથડામણની ઘટના બની હતી. ફરી હુમલા થયા હતા. જેથી પોલીસની તપાસ સામે સવાલો ઉઠતા એએસપીને તપાસ કરી અહેવાલ રજુ કરવા ખાતાકીય તપાસ સોંપવામાં આવી હતી.

જે તપાસના અહેવાલના આધારે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ આકરી કાર્યવાહી કરતા ગીરગઢડાના તત્કાલીન પીએસઆઈ બી.એન. મોઢવાડીયા અને સિમસીના બીટ જમાદાર હિતેશ બારડને સસ્પેન્ડ કરેલ હતા. આ કાર્યવાહીના પગલે જિલ્લા પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. જો કે, સસ્પેન્ડ કરાયેલા ગીરગઢડાના પીએસઆઈની ગત તા.31 મે ના રોજ સોમનાથ મંદિર સુરક્ષામાં બદલી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...