તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:શાળા સંચાલકે કરેલી વાલી સામેની ફરિયાદની તપાસ કરો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢના વાલીઓની એસપીને રજૂઆત

ફિ મામલે રજૂઆત કરતા વાલીઓ પર પ્રેસર લાવવા ખાનગી શાળા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આવી ફરિયાદમાં તટસ્થ રીતે તપાસ કરવા તેમજ આવી ફરિયાદો અન્ય વાલીઓ ઉપર ન થાય તે બાબતે યોગ્ય કરવા રજૂઆત કરાઇ છે. આ અંગે મિલન કેલૈયાએ એસપીને સંબોધીને આવેદન આપ્યું છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, વાલીઓ દર વર્ષે સ્કૂલની ફિ નિયમિત રીતે ભરી જ આપે છે. જ્યારે છેલ્લા વર્ષની ફિ કોરોના મહામારીના કારણે સર્જાયેલી નબળી આર્થિક સ્થિતીના કારણે અનેક વાલીઓ ભરી શક્યા નથી. ત્યારે અમારી માંગ છે કે, કોરોના કાળમાં સ્કૂલો બંધ હતી, ઓનલાઇન શિક્ષણ પણ એક જ કલાક અપાતું હતું ત્યારે ખાનગી શાળાઓ માત્ર ફિમાં વધુ રાહત આપે.

અન્ય સમાચારો પણ છે...