જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલા અવંતિકા એપાર્ટમેન્ટમાં રહેતા એક શખ્સે જૂની અદાવતમાં પાડોશી પર હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ભોગ બનનાર પરિવારે આરોપીની કરતૂત મોબાઈલમાં કેદ કરી લીધી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી વઘુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા જયદીપ છાંયા અને પાડોશમાં જ રહેતા મૌલિક દાફડા વચ્ચે દિવાળી સમયે ઝઘડો થયો હતો. જો કે, બાદમાં જે તે સમયે બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. ત્યારબાદ 3 તારીખે જયદીપ છાંયાએ જૂની અદાવતનું મનદુઃખ રાખી નશો કરેલી હાલતમાં તલવાર લઈ મૌલિક દાફડાના ઘર પર પહોંચ્યો હતો અને ઝઘડો કર્યો હતો.
જયદીપની તમામ કરતૂત ફરિયાદીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. આ મામલે જયદીપ છાયા સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.