ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ડીજેના 25 જેટલા ધંધાર્થીઓ સાથે પોલીસે બેઠક કરી હતી. આ મિટીંગમાં જણાવાયું હતું કે, 120 ડેસીબલથી વધારે અવાજથી અવાજનું પ્રદૂષણ ફેલાય છે,લોકોનું સ્વાસ્થ્ય બગડે છે, લોકોની માનસિક સ્થિતી બગડે છે,મકાન અને દુકાનના કાચ તૂટી જતા નુકસાન થાય છે. ત્યારે 120 ડેસીબલથી વધારે અવાજથી ડીજે ન વગાડવા સૂચના છે.
ઉપરાંત ધાર્મિક ગીતો જ વગાડવા અને જે ગીતો વગાડવાના હોય તેની કોપી પોલીસને આપવાની રહેશે. તેમ છત્તાં નિયમનું ઉલ્લંઘન કરાશે તો કાયદેસરના ગુના દાખલ કરાશે તેમજ સાઉન્ડ સિસ્ટમ કબ્જે કરાશે. આ બેઠકમાં એ ડિવીઝન પીઆઇ એમ.એમ. વાઢેર, બી ડિવીઝન પીઆઇ આર.એસ.પટેલ, સી ડિવીઝન પીએસઆઇ જે.જે. ગઢવી, ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઇ પી.જે. બોદર સહિતના અધિકારીઓની ઉપસ્થિતી રહી હતી.
દરમિયાન હાલ શહેરના વિવિધ વિસ્તારોના ધાબા ચેક કરવાની તેમજ ડ્રોનથી ચેકીંગની કામગીરી હાથ ધરી છેજેથી ધાર્મિક પ્રસંગોમાં વિધ્ન નાખવાના મનસુબા લઇને બેઠેલા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.