તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:ખેડૂતોના પ્રશ્નોનાના નિકાલ કરવા જિલ્લાના દરેક વિભાગને સૂચના

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતિય કિસાન સંઘની કલેકટર કચેરી ખાતે બેઠક મળી

ખેડૂતોના પડતર પ્રશ્નોના નિકાલ કરવા જિલ્લાના તમામ વિભાગને જિલ્લા કલેકટર દ્વારા સૂચના અપાઇ છે. આ અંગે ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખભાઇ પટોળીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના અનેક પડતર પ્રશ્નો છે. આ પ્રશ્નોના નિકાલ માટે અગાઉ પણ અનેક વખત સબંધિત વિભાગોને રજૂઆત કરવામાં આવી હતી. છત્તાં ઉકેલ ન આવતા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ખાસ કરીને ખેડૂતોને નેટહાઉસ, પેકહાઉસ, ખુલ્લી પાઇપ લાઇન, ટ્રેકટરની સબસીડી, બાગાયત વિભાગની યોજના, કેટલા ખેડૂતોને તેનો લાભ મળ્યો, ખેડૂતોને દિવસે વીજળી, જંગલી જાનવરથી પાકને થતા નુકસાન, ટ્રેકટર પાસીંગમાં મુશ્કેલી, જેતપુર ડાઇંગ ઉદ્યોગ દ્વારા ઓઝત અને ઉબેણ નદીમાં છોડાતું પ્રદૂષિત પાણી વગેરે બાબતે ચર્ચા કરાઇ હતી. આ તકે ડીડીઓ મિરાંત પરીખ તેમજ વન વિભાગના ડીસીએફની પણ ઉપસ્થિતી રહી હતી.

દરમિયાન ખેડૂતોના પ્રશ્નો વ્યાજબી હોય તેનો તાત્કાલીક નિકાલ કરવા જિલ્લાના તમામ સબંધિત ખાતાને જિલ્લા કલેકટરે સૂૂચના આપી હતી. બેઠકમાં મનસુખભાઇ પટોળીયા, ગોવિંદભાઇ ચોચા, રાજેશભાઇ બુહા,મનજીભાઇ રીબડીયા, જયમીન ટાંક, જે. કે. કાગડા, દિનેશભાઇ ધોરાજીયા, રસીકભાઇ માથુકીયા, વેજાભાઇ ચાંડેગરા અને અશોકભાઇ કોરાટ વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...