જામીન અરજી કોર્ટે ફગાવી:SBIના ATMમાં 2.04 કરોડ મૂકવાને બદલે ચાઉં કરનારને જામીન ન મળ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષ પહેલાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં બીજા આરોપી

એસીબીઆઇના એટીએમમાં નાણા મુકવાને બદલે ચાઉ કરનારે જામીન અરજી કરી હતી જેને કોટે ફગાવી દીધી હતી. 4 વર્ષ પહેલાં એસબીઆઇ બેંકના એટીએમમાં નાંખવા માટેના રૂપિયા 2 કરોડથી વધુની રકમ વાપરી નાંખવા બદલ જૂનાગઢનાં સી ડિવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

જૂનાગઢના સી ડિવીઝન પોલીસ મથકમાં 4 વર્ષ પહેલાં એસબીઆઇ બેંકના એટીએમમાં મૂકવા માટેના રૂ. 2,04,91,600 મૂકીને તુરંત પોતાના અંગત ઉપયોગ માટે ઉપાડી લીધાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પોલીસે મધુરમમાં નીલ એવન્યુ ટાઉનશીપમાં રહેતા વિક્રમસીંહ દિલીપસીંહ ચૌહાણ (ઉ. 36) ની પણ ધરપકડ કરી હતી.

હાલ તે જ્યુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે છે. તેણે પોતાના વકીલ મારફત જામીન અરજી કરી હતી. જેમાં એવી દલીલ કરી હતી કે, ફરીયાદી 3 દિવસથી ટ્રાયલ વખતે હાજર નથી રહેતા. વળી આ ગુનાના સહ આરોપીઓને હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે. આની સામે સરકારી વકીલ જે. એમ. દેવાણીએ દલીલ કરી હતી કે, આરોપીને જામીન પર મુક્ત કરાય તો પુરાવા સાથે ચેડાં કરી શકે એમ છે. આથી ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ રોહન કે. ચુડાવાલાએ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...