તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણના જતન સાથે ઉજવણી:પ્લાસ્ટર ઓફ પેરીસને બદલે માટીના ગણપતિનું સ્થાપન કરો

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આસ્થા સાથે પર્યાવરણના જતન માટે કમિશ્નરનું આહ્વાન

આગામી દિવસોમાં ગણેશ મહોત્સવની શરૂઆત થવાની છે. ત્યારે ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન આસ્થા સાથે પર્યાવરણનું પણ જતન થાય તે રીતે ધાર્મિક ઉત્સવને ઉજવવા મનપાના કમિશ્નરે લોકોને અપીલ કરી છે. આ અંગે કમિશ્નર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિથી પાણી પ્રદૂષિત થાય છે અને તેના કારણે જળચરને પણ નુકસાન થાય છે. ત્યારે સુપ્રિમ કોર્ટ, પર્યાવરણ, ગૃહવિભાગ તેમજ કોરોનાને લઇ કેટલીક ગાઇડ લાઇન નક્કી કરવામાં આવી છે તેનું દરેકે પાલન કરી જવાબદારી નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવવી જોઇએ.

પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિની સ્થાપનાની મનાઇ છે. ત્યારે લોકો ગણેશ મહોત્સવ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરીસના બદલે માટીની બનેલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરે તે જરૂરી છે. કારણ કે, માટીની મૂર્તિ પાણીમાં સહેલાઇથી વિસર્જીત થઇ શકે છે. ઉપરાંત નદી, તળાવમાં વિસર્જન કરવાની પણ સુપ્રિમ કોર્ટની મનાઇ છે.

ત્યારે પર્યાવરણનું જતન કરવા પાણીને પ્રદૂષિત થતું અટકાવવા માટે મહોત્સવ બાદ ગણેશજીની મૂર્તિનું નદી, તળાવમાં વિસર્જન ન કરીએ. પરંતુ આ માટે મનપા દ્વારા જે આર્ટિફિશીયલ કુંડ બનાવવામાં આવે છે તેમાં જ વિસર્જન કરીએ. આ રીતે ગણેશ મહોત્સવની આસ્થા સાથે પર્યાવરણના જતન સાથે ઉજવણી કરીએ.

અન્ય સમાચારો પણ છે...