તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:મધ્યાહ્ન ભોજન સંચાલિકાની ભરતીમાં તપાસના આદેશ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડુંગરપુરમાં સ્થાનિકને બદલે પ્લાસવાના બહેનની ભરતી કરાઇ હતી
  • દિવ્યાંગ અધિકાર મંચની રજૂઆત બાદ તંત્ર એકશનમાં

ડુંગરપુરમાં મધ્યાહન ભોજન સંચાલિકાની ભરતીમાં થયેલ ગેરરિતી મામલે રજૂઆત બાદ તપાસના આદેશ કરવામાં આવ્યા છે. આ અંગે દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખ રમેશભાઇ કોરાટે જણાવ્યું હતું કે, ડુંગરપુર ગામે મધ્યાહન ભોજન સંચાલીકાની ભરતી કરવાની હતી. અા માટે સ્થાનિક ઉમેદવારને જ પ્રાયોરિટી આપવાનો નિયમ છે. ત્યારે ડુંગરપુરની દિવ્યાંગ યુવતિ શારદાબેન દેવજીભાઇ રાઠોડે અરજી કરી હતી.

જોકે, તેમ છત્તાં પ્લાસવા ગામની યુવતિની ભરતી કરી દેવાઇ હતી! આ મામલે દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા મધ્યાહન ભોજન યોજનાના ગાંધીનગર સ્થિત કમિશ્નરને રજૂઆત કરાઇ હતી. બાદમાં આ રજૂઆતના પગલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મધ્યાહન ભોજન યોજના જૂનાગઢના નાયબ કલેકટરે જૂનાગઢ ગ્રામ્ય મામલતદારને આ અંગે જાણ કરી ભરતીમાં દિવ્યાંગ મહિલાને થયેલ અન્યાય બાબતે તપાસ કરી નિયમાનુસાર કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. આ આદેશથી દિવ્યાંગ મહિલાને ન્યાય મળવાની આશા બંધાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser