આત્મરક્ષણ માટે સક્ષમ:જૂનાગઢમાં પ્રથમ વખત 80 દિકરીઓને ત્રિશુલની દિક્ષા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિડરતા સાથે આત્મરક્ષણ માટે સક્ષમ બનાવવા પ્રયાસ

જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની ટીમ દ્વારા ત્રિશુલ દિક્ષા સમારોહનું આયોજન કરાયું હતું જેમાં 80 દિકરીઓએ એકીસાથે ત્રિશુલ દિક્ષા મેળવી હતી. પોતાનું સ્વમાન જાળવવા, નિડરતા કેળવવા તેમજ આત્મરક્ષણ માટે સક્ષમ બનાવવા આ દિક્ષા અપાઇ હતી. આ તકે ડો. અર્ચનાબેન ત્રિવેદી, ડો. યજ્ઞાબેન જોશી, સાધ્વી મહેશ્વરીદેવીજી, પૂજાબેન કારિયા, રૂપલબેન લખલાણી, વિણાબેન, આરતીબેન જોશી વગેરેની પણ વિશેષ ઉપસ્થિતી રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી હિરેન રૂપારેલીયા, માતૃશક્તિના સીમાબેન દવે વગેરેના માર્ગદર્શનમાં ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...