તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ફાયરનું એનઓસી મેળવવા મનપામાં માહિતી કેન્દ્ર શરૂ, ફાયરના સાધનોનું ડેમોસ્ટ્રેશન પણ રાખવામાં આવશે

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢમાં ફાયર એનઓસી મેળવવામાં સરળતા રહે તે માટે મનપા ખાતે સહાયતા અને માહિતી કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. આ અંગે મનપાના કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, મનપામાં બીજા માળે આવેલ ફાયર શાખાના રૂમ નંબર 215માં ફાયર એનઓસી મેળવવા માટે માહિતી અને સહાયતા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. દરમિયાન મેયર ધીરૂભાઇ ગોહેલના હસ્તે આ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મનપા હદ વિસ્તારમાં આવેલ શાળા, કોલેજો, ટ્યુશન ક્લાસીસો, હોટેલ, રેસ્ટોરન્ટ, કારખાનાઓ, હોસ્પિટલો, સિનેમાગૃહો, શોપીંગ મોલ વગેરેને ફાયર એનઓસી મેળવવામાં સરળતા રહે તે માટે આ કેન્દ્રનો પ્રારંભ કરાયો છે.

ખાસ કરીને ફાયરના સાધનોનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવશે તેમજ સમયાંતરે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે. દરમિયાન મેયર ધીરૂભાઇ ગોહેલે આગ, અકસ્માતથી બચવા માટે ફાયર સેફ્ટીના સાધનો વસાવી લઇ ફાયર એનઓસી મેળવી લેવા શહેરીજનોને અનુરોધ કર્યો છે. જ્યારે ઇન્ચાર્જ ફાયર ઓફિસર ભરતભાઇ ડોડીયા, આસિસ્ટન્ટ ફાયર ઓફિસર મયુરભાઇ પરમારે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો