15 મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ શહેરમાં થવાની છે. ત્યારે દરિયાઇ માર્ગેથી કોઇ આતંકવાદી જૂથ જૂનાગઢ શહેરમાં પ્રવેશ કરી રાષ્ટ્રિય કાર્યક્રમ દરમિયાન કે તે પહેલા કોઇ પણ હુમલો કરી ઉજવણીમાં વિક્ષેપ ન પાડે તે માટે એસઓજી દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. દરમિયાન એસઓજી પીઆઇ એચ.એન.ભાટી, પીએસઆઇ જે.એમ. રાવલ અને સ્ટાફે શીલબારા, શેરીયાજબારા તેમજ માંગરોળ બંદરો પર જઇ માછીમારો,ફિશરમેન ગૃપના સભ્યો તેમજ બોટ માલિકો સાથે મિટીંગ કરી હતી.
મિટીંગમાં જણાવાયું હતું કે, 15મી ઓગસ્ટની જૂનાગઢ ખાતે થનારી રાજ્યકક્ષાની ઉજવણીને લઇ દરિયાઇ માર્ગેથી કોઇ આતંકવાદી જૂથ કે હુુમલાખોર ઘુસણખોરી કરી આતંકવાદી હુમલો, જાસુસી, અપહરણ, દેશવિરોધી પ્રવૃત્તિમાં સફળ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવી. આ માટે ખાસ કરીને દરિયામાં એકથી વધુ બોટના જૂથમાં માછીમારી કરવી, કોઇપણ શંકાસ્પદ બોટ કે વ્યક્તિ દેખાય તો તુરતજ સુરક્ષા એજન્સીને જાણ કરવા સૂચના અપાઇ હતી.
આવી શંકાસ્પદ બોટ કે વ્યક્તિથી જરૂરી ડિસ્ટન્સ રાખવું તેમજ તેની હિલચાલ પર જરૂરી નજર રાખવી અને તેની માહિતી સુરક્ષા એજન્સીને આપવી. સાથે કોસ્ટલ પોલીસ અધિકારીઓને પણ લેન્ડીંગ પોઇન્ટ, વાઇટલ ઇન્સ્ટોલેશન, જેટી બંદર પર પરપ્રાંતિય ઇસમોનું ચેકીંગ કરી તેના પર વોચ રાખવા સૂચના અપાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.