સમાધી અપાઇ:ઇન્દ્રભારતી બાપુના શિષ્ય ઋષિ પાંચમે બ્રહ્મલીન થયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલખી યાત્રા બાદ વિંધ્યવાસી ધામમાં સમાધી અપાઇ

જૂનાગઢના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુના શિષ્ય ઋષિ પંચમીના દિવસે બ્રહ્મલીન થતા તેને સમાધી અપાઇ છે. આ અંગે મળતી વિગત મુજબ કચ્છ જીલ્લાના અબડાસા તાલુકાના વિંજણ ગામે વિંધ્યવાસી ધામ માતાજીનું મંદિર આવેલું છે. વિંધ્યવાસી ધામ માતાજી મંદિર લોહાણા ભાટીયા,બ્રહ્મક્ષત્રિય, ગોસ્વામી સમાજના કુળદેવી ગણાય છે.

અહિં પૂજારી તરીકે જવેરભારતી જેઠીગીરી ગોસ્વામી વર્ષોથી સેવા આપતા હતા. તેઓ જૂનાગઢના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુના શિષ્ય હતા. દરમિયાન 92 વર્ષની વયે ઋષિ પાંચમના દિવસે જ તેમણે દેહત્યાગ કર્યો હતો. બાદમાં ઇન્દ્રભારતી બાપુ સહિતના સંતો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને તેમના શિષ્યોની ઉપસ્થિતીમાં તેમની પાલખી યાત્રા કાઢી વિંધ્યવાસી ધામના પરિસરમાં વિંજણ ગામે તેઓને સમાધી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...