પરિવારમાં શોક:માણાવદર પંથકના ઇન્દ્રા ગામે પાકમાં દવા છંટકાવ વખતે ઝેરી અસર થતા યુવાનનું મોત

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાગીયાના ખેતરમાં કામ કરતા'તા જામનગર સારવાર માટે લઈ જવાયો'તો પરિવારમાં શોક

માણાવદર પંથકના ઇન્દ્રા ગામે એક યુવાન ભાગીયાના ખેતરમાં વાવેલા પાકમાં દવાનો છટકાવ કરી રહ્યોં હતો ત્યારે ઝેરી દવાની અસર થઈ હતી અને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જો કે સારવાર દરમિયાન મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,માણાવદર તાલુકાના ઇન્દ્રા ગામે રહેતાં જેન્તીભાઈ પાલાભાઈ રાણવાએ પોલીસમાં જણાવ્યા અનુસાર મુકેશભાઈ જેન્તીભાઈ રાણવાબ (ઉ.વ 27) ગત 27 એપ્રિલ ના રોજ પોતાના ભાગીયા વાળા ખેતરમાં મગના પાકમાં જંતુનાશક દવાનો છટકાવ કરી રહ્યાં હતાં.

રાત્રીના સમયે દવા ચડતા માથામાં દુખાવો તેમજ પેટમાં બળતરા થતા પરિવારજનો એ મુકેશભાઈ ને માણાવદર સારવાર માટે ખસેડયા હતા વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવાયા હતા બાદમાં જામનગર ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન 3 મેનાં મુકેશભાઈનું મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.આ બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...