તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:કામદાર સોસાયટીમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 શખ્સ 66,450ના મુદ્દામાલ સાથે ઝડપાયો

જૂનાગઢ એલસીબીએ કામદાર સોસાયટીમાંથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપી પાડી 1 શખ્સ પાસેથી 66,450નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી દારૂની બદીને ડામી દેવા એલસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.કે. ગોહિલ, પીએસઆઇ ડી.જી. બડવા એલસીબી ઓફિસમાં હતા ત્યારે પીએસઆઇ ડી.જી. બડવાને બાતમી મળી હતી કે, ગણેશનગરમાં આવેલ કામદાર સોસાયટીમાં રહેતો બુટલેગર બકુલ હરજી તેના 3 દિકરા ગૌતમ, ગોપાલ અને દિવાન સાથે મળી પોતાના મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. બાદમાં બાતમીના આધારે એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દેશી દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો, મોટર સાઇકલ મળી કુલ 66,450નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી દિવાન બકુલભાઇ ઝાલાને ઝડપી લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો